Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

ગિરનાર- નલીયા- જામનગર- ડીસામાં સૌથી વધુ ઠંડી

સૌરાષ્ટ્ર-કચ્છ ઠારના કારણે ટાઢાબોળઃ લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતર્યો

રાજકોટ તા. ૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો માહોલ બરકરાર છે અને લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

છેલ્લા થોડા દિવસોથી કડકડતી ઠંડીના કારણે શિયાળાનો માહોલ બરકરાર રહ્યો છે અને ઠંડીના કારણે જન-જીવન તથા પશુ-પક્ષીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

લઘુતમ તાપમાનનો પારો નીચે આવતા લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે.

ઠારનાં કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છનાં લોકો ઠુંઠવાઇ રહ્યા છે.

આજે ગિરનાર પર્વત ઉપર આજે ૪.૩ ડીગ્રી, નલીયા પ.૮ ડીગ્રી, ડીસા ૬.૬ જામનગર ૮ ડીગ્રી, રાજકોટ ૧૧ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

જૂનાગઢ : સોરઠમાં કાતિલ ઠંડી યથાવત રહી છે ગિરનાર ખાતે ૪.૩ ડીગ્રી તાપમાન રહ્યુ છે.

ગઇકાલના પ્રમાણમાં આજે સવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન થોડુ ઘટીને ૯.૩ ડીગ્રી નોંધાયું હતું. જેના પરિણામે ઠંડીમાં કોઇ પ્રકારની રાહત મળી ન હતી.

ગિરનાર પર્વત ખાતે ૪.૩ ડીગ્રી કાંતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પંચાવન ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ પ.ર કિ.મી.ની રહી હતી.

જામગનર

 જામનગર : હવામાન મહત્તમ રપ, લઘુતમ ૮ ભેજ પ૬ ટકા, પવન ૬.૬ કી. મી. પ્રતિ કલાક રહી છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત

૪.૩ ડીગ્રી

અમદાવાદ

૮.૧ ડીગ્રી

ડીસા

૬.૬ ડીગ્રી

વડોદરા

૯.૪ ડીગ્રી

સુરત

૧ર.૪ ડીગ્રી

રાજકોટ

૧૧.૦ ડીગ્રી

ભાવનગર

૧૧.૧ ડીગ્રી

પોરબંદર

૧૦.ર ડીગ્રી

જુનાગઢ

૯.૩ ડીગ્રી

જામનગર

૮.૦ ડીગ્રી

વેરાવળ

૧૩.૮ ડીગ્રી

દ્વારકા

૧૪.૦ ડીગ્રી

ઓખા

૧૭.૮ ડીગ્રી

ભુજ

૧૦.ર ડીગ્રી

નલીયા

પ.૮ ડીગ્રી

સુરેન્દ્રનગર

૮.પ ડીગ્રી

કંડલા એરોપર્ટ

૯.પ ડીગ્રી

ગાંધીનગર

૬.૪ ડીગ્રી

મહુવા

૧૦.૦ ડીગ્રી

દિવ

૧૧.પ ડીગ્રી

વલસાડ

૯.૧ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૦.૧ ડીગ્રી

(11:43 am IST)