Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

કોડીનારમાં ટ્રાફીક સપ્તાહની ઉજવણીઃ વાહન ચાલકો સાથે ગાંધીગીરીઃ ગુલાબ આપી ટ્રાફીક નિયમો સમજાવ્યાં

કોડીનાર તા.૯: ૩૦માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકારના આદેશ અનુસાર કોડીનાર તાલુકામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો છે.

ઇન્ચાર્જ પી.આઇ. હેરમાના માર્ગદર્શન હેઠળ મહિલા પી.એસ.આઇ. માળી, ટ્રાફીકના હેડ કોન્સ. મનુભાઇ જાદવ, જશપાલભાઇ સહિતના સ્ટાફે શહેરના મુખ્યમાર્ગો ઉનાઝાપા, પાણીઝાપા, બસ સ્ટેન્ડ, બાયપાસ સહિતના વિસ્તારોમાં ટ્રાફીક ડ્રાઇવ કરી, ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો વિરૂદ્ધ ગાંધીગીરી કરી દંડની જગ્યાએ ફુલ આપી ટ્રાફીકના નિયમો વિશે અને અકસ્માતો નિવારવા માટેના જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં.

પેસેન્જર વાહન ચલાવી માનવજીવન જોખમમાં મુકતા લવરમુછીયા ડ્રાઇવરો તેમજ બાઇકો ઉપર જોખમી સ્ટન્ટ કરતા, અને વાહન ચલાવતા નાનીવયના કિશોરો ઉપર કાર્યવાહી કરવા લોકોમાંથી માંગણી ઉઠવા પામી છે.(૧.૨)

(9:44 am IST)