Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

વેરાવળ તાલુકા કોળી સમાજ આયોજીત સમૂહ લગ્નોત્સવમાં ૩૮ યુગલો લગ્નબંધને બંધાયા

પ્રભાસપાટણ, તા. ૯ : વેરાવળ તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રભાસ પાટણ દ્વારા આયોજીત આઠમા સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૩૮ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડેલા આ તકે આ નવદંપતિને આશિર્વચન આપતા સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ જણાવેલ કે રપ વર્ષ પહેલા આપણા વડવાઓએ સમૂહલગ્નની શરૂઆત કરેલ હતી અને કોળી સમાજમાં અત્યારે ઠેર ઠેકાણે સમૂહલગ્ન થઇ રહેલ છે તે ખૂબજ ખુશીની વાત છે તેમજ સમાજ સંગઠન પણ થયેલ છે અને વારંમવાર સંગઠનને કારણે નેતૃત્વ પરિવર્તન પણ કરેલા છે, પરંતુ સમાજમાં અત્યારે ખાસ શિક્ષણની જરૂરત છે અને સમાજમાં અગ્રણીઓ સાથે મળી અને આ દિશામાં ઘણુ કામ કરવાનું છે અને દિકરીને ભણાવવા ઉપર ખાસ ભાર મૂકેલ. જો દિકરી ભણેલ હશે તો એક સારી વહુ બનશે, માતા બનશે અને બે કુળને તારશે. આ વિશે તેઓએ અનેક ઉદાહરણો આપેલા હતાં. સાથે નવદંપતિઓને આશિર્વાદ પણ આપેલ હતા.

ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ પણ સમાજમાં કામો માટે ખાત્રી આપેલ અને નવદંપતિઓને આશિર્વાદ પાઠવેલ.

આ તકે પધારેલા મહાનુભાવોમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી, ગ્રાસીમ અને ઇન્ડિયન રેયોનના વા. પ્રેસીડેન્ટ સુબોધ ગૌતમજી, આર.પી. તિવારી, શંકરકુમાર શર્મા, ભગવાનભાઇ સોલંકી, ખારવા સમાજના પટેલ લખમભાઇ ભેસલા, નગરપાલિકા પ્રમુખ જગદીશભાઇ ફોફંડી બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ, હિતષભાઇ ફોફંડી, પીયુષભાઇ ફોફંડી, રાજીબેન સોલંકી (મહીલા જીલ્લા પ્રમુખ), બબીબેન વાળા, કિશનભાઇ, કાનાભાઇ વાસાભાઇ ગઢીયા, મે.ટ્રસ્ટી કાનાભાઇ બામણીયા, કિશનભાઇ પરમાર, ભવાની સી. ફુડના ગોવિંદભાઇ વણીક, ધીરૂભાઇ સોલંકી સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા, પૂર્વ ધારાસભ્ય ભગવાનભાઇ કરગટીયા, નારણભાઇ મેર, વેરવાળ તાલુકા ભાજપ પ્રમુખ સરમણભાઇ સોલંકી, આહીર અગ્રણી જગમાલભાઇ વાળા, જયંતિભાઇ સોલંકી, બોટ એસો.ના પ્રમુખ લક્ષ્મીકાંત સોલંકી, તાલાલા કોળી સમાજ પ્રમુખ રાજાભાઇ ચારીયા, બરેન્દ્રસિંહ ગઢીયા, વિરજીભાઇ જેઠવા, દાનાભાઇ બારૈયા સહિતના આગેવાનો તેમજ કોળી સમાજના સભ્યો, તા.પં.ના સભ્યો સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતાં.

(11:34 am IST)
  • ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યા બાદ યોગી આદિત્યનાથની ખાલી પડેલી ગોરખપુર લોકસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગોરખપુર ઉપરાંત ફૂલપુર લોકસભા બેઠક પર 11મી માર્ચે મતદાન કરવામાં આવશે. ફૂલપુર બેઠક કેશવ પ્રસાદ મૌર્ય નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ ખાલી પડી હતી. આ ઉપરાંત બિહારના અરરિયા લોકસભા બેઠક અને ભભુઆ, જહાનાબાદ વિધાનસભાની 2 બેઠકોની પેટાચૂંટણી માટે પણ 11 માર્ચના રોજ મતદાન કરવામાં આવશે અને મતગણતરી 14 માર્ચાના રોજ કરાશે. access_time 2:37 pm IST

  • પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલંઘન : ગતરાત્રે કાશ્મીરના પુંચની કૃષ્ણ ઘાટી અને મેંઢર સેક્ટરમાં કર્યું અંધાધુંધ ફાયરીંગ : 1 મહિલાનું મોત access_time 9:55 am IST

  • લાખોના ખર્ચે પોતાના માટે સ્પેશ્યલ લીફટ નખાવતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા વિવાદમાં ફસાયાઃ યુનિ. ટાવરમાં પોતાના માટે લીફ બનાવ્યાનો આરોપ access_time 4:08 pm IST