Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ભાવનગરમાં જુગાર રમતા ૪ ઝડપાયા

 ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલ તથા ના.પો.અધિ શ્રી ઠાકરે આપેલ સુચના મુજબ ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ કે.સી.ઝાલાએ આપેલ માર્ગદર્શન મુજબ ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા દારૂ -જુગાર ના કેસો શોધી કાઢવા તેમજ ગે.કા પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે ડી સ્ટાફ હેડ કોન્સ એમ.એસ.ગોહીલ કે.જી.મૈયા તથા પો.કોન્સ વનરાજભાઇ ખુમાણ તથા હિરેનભાઇ મકવાણા વિગેરે પેટ્રોલીંગ દરમ્યાન સર પટ્ટણી રોડ ઉપર ક્રેસન્ટ સર્કલ તરફ જતા શિવ શકતિ હોલથી આગળ ગતિ કુરીયર સામે પિપરના ઝાડ નીચે વાહનોની આડમા જાહેરમાં અમુક ઇસમો ગંજી પતાના પાના તથા પૈસા વતી હાથ-કાપનો હાર જીત કરી જુગાર રમે છે જે બાતમી હકિકત આધારે રેઇડ કરતા (૧) કામરાનભાઇ યુનુસભાઇ પઠાણ ઉવ.૧૯ રહે. રૂવાપરી રોડ ઇન્ડીયા હાઉસની પાછળના ભાગે ન્યુ માલવી એપાર્ટમેન્ટ પાસે (૨) વિપુલભાઇ ભુપતભાઇ મકવાણા ઉવ.૨૮ રહે.રેલ્વે સ્ટેશન રોડ શારદા વિધાલય સ્કુલ સામે વાલ્મીકી વાસ (૩) વિતેષભાઇ શંભુભાઇ ગુજરાતી ઉવ.૨૮ રહે.ઘોઘા જકાતનાકા ગાયત્રીનગર મીરા પાર્ક પાસે પ્લોટ નં-૪૨૩૮ (૪) સલમાનભાઇ અબ્દુલભાઇ શેખ ઉવ.૨૦ રહે.જોગીવાડની ટાંકી કામ્બડ ફળી ચોક શેરી નં-૨ રૂ.૨૬,૫૦૦ તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૩૦,૦૦૦ તથા મો.સા -૪ કિ.રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૫૬,૫૦૦ ના મુદામાલ સાથે પકડી ગુન્હો રજી કરાવેલ છે.

(11:34 am IST)
  • કિમ જોંગની પરમાણુ ધમકીથી અમેરીકા ચિંતીતઃ ઉત્તર કોરિયાઈ કિમ જોંગ ઉને ફરી એકવાર જણાવ્યું કે, પરમાણુ અને મિસાઈલ પરીક્ષણ કરનાર ઉત્તર કોરિયા વિશ્વ સ્તરીય સૈન્ય મહાશકિત બની ગયું છે : હવે કોઈ પણ દેશ ઉત્તર કોરિયા તરફ ખરાબ નજરથી જોશે તો તેને પરીણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે access_time 4:12 pm IST

  • મૈક્સિકોમાં ભૂકંપનો આંચકો :પશ્ચિમી પ્રશાંત કાંઠે 5,8ની તીવ્રતાનો ભૂકંપ :જલિસકો અને કોલીમાં રાજ્યની સીમા નજીક કિનારાથી 30 કી,મી,દૂર કેન્દ્રબિંદુ ;નુકશાનના કોઈ અહેવાલ નથી access_time 1:08 am IST

  • બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની તબીયત નાદુરસ્ત થતાં તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયાં છે. તેમને શું થયું છે અને હાલ કેવી સ્થિતિ છે તે જાણવા મળ્યું નથી પરંતુ પરિવારના સભ્ય પણ હોસ્પિટલમાં જ છે. જોકે, હોસ્‍પિટલ સુત્રોના જણાવ્‍યા મુજબ તેઓ દર ર-૩ મહિને કરવામાં આવતું રૂટિન ચેક-અપ માટે આવ્‍યા હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે. access_time 8:06 pm IST