Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ઉપલેટા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ

રાજકોટ જીલ્લા કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેનનું રાજીનામુ

ઉપલેટા, તા. ૯ : રાજકોટ જીલ્લા કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન આરીફભાઇ શકુરભાઇ નાથાણીએ કોંગ્રેસના ગુલાબખાના કે રાઉમા ચેરમેન જી.પી.સી.સી. માઇનોરીટી ડીપાર્ટમેન્ટને પત્ર લખી ઉપલેટા , ધોરાજી, જેતપુર, જસદણ, નગરપાલિકાની ચૂંટણીઓમાં રાજકોટ જીલ્લા માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેનને ટિકીટ વહેંચણીમાં વિશવાસમાં લેવામાં આવેલ નથી તથા માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેનો, હોદેદારો, તેમજ કાર્યકરોને ટિકીટ વહેચણીમાં સમાવેશ કરવામાં આવેલ નથી અને તેઓની સતત અવગણના કરવામાં આવેલ છે તે ધ્યાને લઇને માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન પદેથી રાજીનામુ આપી દીધાનું જણાવેલ છે.

(11:33 am IST)
  • બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની તબીયત નાદુરસ્ત થતાં તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયાં છે. તેમને શું થયું છે અને હાલ કેવી સ્થિતિ છે તે જાણવા મળ્યું નથી પરંતુ પરિવારના સભ્ય પણ હોસ્પિટલમાં જ છે. જોકે, હોસ્‍પિટલ સુત્રોના જણાવ્‍યા મુજબ તેઓ દર ર-૩ મહિને કરવામાં આવતું રૂટિન ચેક-અપ માટે આવ્‍યા હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે. access_time 8:06 pm IST

  • ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યા બાદ યોગી આદિત્યનાથની ખાલી પડેલી ગોરખપુર લોકસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગોરખપુર ઉપરાંત ફૂલપુર લોકસભા બેઠક પર 11મી માર્ચે મતદાન કરવામાં આવશે. ફૂલપુર બેઠક કેશવ પ્રસાદ મૌર્ય નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ ખાલી પડી હતી. આ ઉપરાંત બિહારના અરરિયા લોકસભા બેઠક અને ભભુઆ, જહાનાબાદ વિધાનસભાની 2 બેઠકોની પેટાચૂંટણી માટે પણ 11 માર્ચના રોજ મતદાન કરવામાં આવશે અને મતગણતરી 14 માર્ચાના રોજ કરાશે. access_time 2:37 pm IST

  • ઈઝરાયલ-ફિલિસ્તાન વિવાદમાં મોદી મહત્વની ભૂમિકા ભજવી શકે છેઃફિલિસ્તાનના રાજદૂતઃ ભારતમાં ફિલિસ્તાનના રાજદૂત અદનાન અબુ અલહાઈજાએ 'ઈન્ડિયા ટુડે'ને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઈઝરાયલ અને ફિલિસ્તાન સાથે સારા સંબંધ છેે અને તે બંને દેશો વચ્ચે વિવાદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે access_time 4:10 pm IST