Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કેશોદ પાલિકા ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માતમાં નિવૃત શીક્ષકનું મોત

કેશોદ,તા. ૯: રાજનગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત્। શિક્ષક ચીમન ગીરી લાલ ગીરી મેધનાથી ઉ. વ.૭૨ પોતાનું જીજે ૨૩ એન ૭૨૬૮ નંબરનું બાઈક લઈ અજાબ રોડના રેલ્વે ફાટકથી ફુવારા ચોક તરફ જતા રિક્ષા સ્ટેન્ડ વડલી નજીક બાઈક પાર્ક કરી ઉભા હતા તેવામાં અચાનક પાછળથી આવતા જીજે ૧૧ જીએ ૦૪૬૯ નંબરના નગરપાલિકાના ટેંકરે હડફેટે લેતા બાઈક ચાલકે સંતુલન ગુમાવતા રોડ પર પડી ગયા હતા. ત્યારે આગળ વધી રહેલા ટેંકરનાં પાછલા વ્હિલનો જોટો ફરી વળતાં બાઈક ચાલક નુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતું જયારે અકસ્માત બાદ ટેકર ફરાર થયો હતો. આ ઘટના ને નજરે જોનારાઓએ ઇજાગ્રસ્ત બાઈક ચાલકને ખાનગી વાહન મારફત હોસ્પીટલ ખસેડાયા હતા. જયાં ડોકટરે મોત થયાનુ જાહેર કર્યું હતું ઘટનાની જાણ થતાં મૃતકનો પરિવાર હોસ્પિટલે પહોંચ્યો હતો અચાનક બનેલી મોતની ઘટનાથી પરિવાર શોકમગ્ન બન્યો હતો અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક વિરૂધ્ધ મૂતકના કુટુંબી દીકરા કમલેશ ગીરી મેધનાથી એ ફરિયાદ નોંધાવી છે.

(1:17 pm IST)