Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ઉપલેટાના ડુમીયાણીમાં ર૮.૭૧ લાખનો દારૂ જપ્ત

અવાવરૂ જગ્યામાં પોલીસ ત્રાટકીઃ બુટલેગર શખ્સ અતુલ ભારાઇ સામે કાર્યવાહી

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૯: ગઇકાલે ઉપલેટાના પો. કો. ભાવેશ બોરીચા દિનેશ ગોંડલીયા અને ગગુભાઇ ચારણ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન-ડુમીયાણીની સીમમાં  દારૂ ઉતરતો હોવાની બાતમી મળતા પોલીસ ડુમીયાણી ગામે આવેલ શ્રી રામ પોલિમર્સ પાછળ-અવાવરૂ જગ્યામાં ટાટા ૪૦૭ માંથી ઇંગ્લીશ દારૂ ઝાડીમાં સંતાડતો હોવાની જણાતા પોલીસ ત્યાં છાપો મારી ઇંગ્લીશ દારૂ પકડી પાડેલ હતો. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ગઇકાલે મુળ જુનાગઢ તાલુકાના બલીપુર ગામનો અને હાલ ડુમીયાણી ગામે તા. ઉપલેટામાં રહેતા રબારી શખ્સ અતુલ હમીર ભારાઇ ટાટા ૪૦૭ નં. જીજે ૬ બીટી ૬૪૭૮ માં જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ ભરીને ડુમીયાણીની સીમમાં અવાવરૂ જગ્યામાં કાંટા વચ્ચે આ દારૂ સંતાડતો હતો ત્યાં પોલિસ પહોંચી જતા મેકડોવેલ્સ બોટલ ૩૭૩ર/- કિ. ૧૩,૯૯,પ૦૦ રોયલ ચેલેન્જ બોટલ ૯ર૪ કિ. ૪.૮૦,૪૮૦ અને બુલ્સ આઇ કલાસીસ બોટલ ૯૭ર કિંમત ર,૯૧,૬૦૦ મળીને કુલ રૂ. ર૧,૭૧,પ૮૦નો ઇંગ્લીશ દારૂ બોટલ પ૬ર૮ નો તથા રૂ. ૭ લાખનો ટાટા ૪૦૭ મળીને કુલ રૂ. ર૮,૭૧,પ૮૦ નો મુદામાલ પકડી પાડેલ હતો.

આ દારૂ પકડવાની કામગીરીમાં પી.આઇ. એમ. એન. રાણા, ભાવેશ બોરીચા, મહેન્દ્રભાઇ ઘોઘળ, વિશાલ હુણ, દિનેશભાઇ ગોંડલીયા, યાસીનભાઇ બુખારી, મહેશ મારીખડા વાસુદેવસિંહ જાડેજા વગેરે જોડાયા હતા.

(11:59 am IST)