Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ભાવનગરમાં ઠંડીથી વૃદ્ધનું મોતઃ નલીયા ૬.૪ ડિગ્રી

ગિરનાર પર્વત ૮.૩ ભૂજ ૯.૬ રાજકોટ ૧૦.૨ ડિગ્રી લઘુતમ તાપમાનઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ટાઢોડુ યથાવત

રાજકોટ, તા. ૯ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા કડકડતી ઠંડી વચ્ચે ભાવનગરમાં વૃદ્ધનું મોત થાય અરેરાટી વ્યાપી ગઈ છે.

આજે સૌથી વધુ ઠંડી કચ્છના નલીયામાં ૬.૪ ડિગ્રી, ગિરનાર પર્વત ૮.૯, રાજકોટમાં ૧૦.૨ ડિગ્રી નોંધાઈ છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી)ભાવનગરઃ ભાવનગરમાં ઠંડીએ વૃદ્ધનો ભોગ લીધો છે. ગોહિલવાડમાં કાતીલ ઠંડીનું મોજું ફરી વળ્યુ છે. આજે શહેરમાં ઠંડીથી એક વૃદ્ધનું મોત નિપજ્યુ હતુ. શહેરમાં કેસંટ વિસ્તારમાં એ.વી. સ્કૂલના મેદાનમાંથી બાબુભાઈ કાળુભાઈ પ્રજાપતિ (ઉ.વ.૮૦)નો મૃતદેહ મળી આવતા પોલીસે તેનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાથ ધરેલી તપાસમાં ઠંડીને કારણે બાબુભાઈનું મોત નિપજ્યુ હોવાનું ખુલવા પામ્યુ હતું.

દરમ્યાન આજે ભાવનગરમાં ઠંડો પવન ફુંકાયો હતો. આજનુ લઘુતમ તાપમાન ૧૫.૦ ડીગ્રીઓ મહત્તમ તાપમાન ૨૭.૩ ડીગ્રી નોંધાયુ હતુ. જ્યારે પવનની ઝડપ ૧૨ કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી. વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૫૩ ટકા રહ્યુ હતું.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢઃ સોરઠમાં આજે ઠંડીનુ મોજુ ફરી વળ્યુ હતુ. ગિરનાર પર્વત ૮.૯ ડિગ્રીથી ટાઢોબોળ થઈ ગયો હતો.

છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધઘટ થઈ રહી છે. ગઈકાલે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૫.૩ ડિગ્રી રહ્યા બાદ આજે ૧.૪ ડિગ્રી ઘટીને તાપમાન ૧૩.૯ ડિગ્રી નોંધાયુ હતું.

ઠંડી વધવાની સાથે આજે વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ઘટીને ૪૬ ટકા થઈ જતા સોરઠભરમાં કાતિલ ઠારે પણ માજા મુકી હતી અને ૧૧.૭ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો.ગિરનાર પર્વત પર આજે ૮.૯ ડિગ્રી ઠંડી રહી હતી પરંતુ બર્ફીલો પવન અને ઠારને કારણે પ્રવાસીઓ સહિતના લોકો ઠુંઠવાય ગયા હતા.(૨-૮)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

અમદાવાદ

૧૪.૫

,,

ડીસા

૧૩.૧

,,

વડોદરા

૧૯.૮

,,

સુરત

૧૯.૪

,,

રાજકોટ

૧૦.૨

,,

ગિરનાર પર્વત

૮.૯

,,

કેશોદ

૧૦.૪

,,

ભાવનગર

૧૫.૦

,,

પોરબંદર

૧૧.૮

,,

વેરાવળ

૧૪.૫

,,

દ્વારકા

૧૨.૭

,,

ઓખા

૧૬.૧

,,

ભુજ

૯.૬

,,

નલીયા

૬.૪

,,

સુરેન્દ્રનગર

૧૧.૫

,,

ન્યુ કંડલા

૧૧.૦

,,

કંડલા એરપોર્ટ

૧૦.૦

,,

અમરેલી

૧૦.૬

,,

ગાંધીનગર

૧૪.૦

,,

મહુવા

૧૬.૧

,,

દિવ

૧૬.૭

,,

વલસાડ

૧૪.૦

,,

જૂનાગઢ

૧૫.૩

''

વલ્લભ વિદ્યાનગર

૧૬.૩

,,

(11:57 am IST)