Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કોટડાસાંગાણીના શેમળા ગામ પાસે કૂતરૂ આડુ ઉતરતા રીક્ષા પલ્ટી જતા વિશાલનું મોત

શેમળા દાદા - દાદીને મુકી પરત જતી વખતે બનાવ

રાજકોટ તા. ૯  : કોટડાસાંગાણીના શેમળા ગામ પાસે કુતરૂ આડુ ઉતરતા રીક્ષા પલ્ટી ખાઇ જતા રીક્ષા ચાલકનું મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ કોટડાસાંગાણીમાં રહેતો વિશાલ બીજલભાઇ સોલંકી (ઉ.વ.૨૩) ગઇકાલે પોતાની રીક્ષામાં દાદા બાબુભાઇ અને દાદી દીવાળીબેનને બેસાડી શેમળા ગામે મુકવા માટે ગયો હતો. બાદ પરત આવતો હતો ત્યારે શેમળા ગામ નજીક અચાનક કુતરૂ આડુ ઉતરતા વિશાલે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી અને વિશાલને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક વિશાલ બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. તે અપરણીત હતો. આ બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)