Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

પ્રભાસપાટણમાં મંગલમ્ જવેલર્સમાં ચોરી કરનાર ચીખલીગર ગેંગ ઝડપાઇ

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૯ : ગીર સોમનાથ જીલ્લામાં બનતા ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવા અને ઘરફોડ ચોરીના ગુનાના આરોપીઓને પકડી પાડવા જુનાગઢ રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર, ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને.

તા. ૧૮-૧ર-ર૦ર૦ના પ્રીન્સ જવેલર્સ નામની પ્રભાસ પાટણ મેઇન બજારમાં આવેલ દુકાનમાંથી કોઇ અજાણ્યા ચોર ઇસમે દુકાનના તાળા તોડી અંદાજીત કિંમત રૂ. ૪૦,૦૦૦ ની ચાંદીની વસ્તુની ચોરી કરેલ.

જેથી બ્રાન્ચના પો.ઇન્સ. વી.આર. રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.જે. ચૌહાણ તથા એ.એસ.આઇ. એ.જી. પરમાર, કે.ડી. હડીયા, પો. હેડ કોન્સ. એન.જે. પટાટ, પી.જે. વાઢેર, આર.જે. ગઢીયા, એસ.એસ. ડોડીયા, પો.કો. ઉદયસિંહ, ડ્રા.પો. કોન્સ. વીરાભાઇ ચાંડેરા વિગેરે શાખાના માણસો પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન એ.એસ.આઇ. એ.જી. પરમાર, પો.હે. કોન્સ. એને. પટારનાઓને મળેલ હકીકત તેમજ એએસઆ રામદેવસિંહ જાડેજા, હેડ કોન્સ. પુપેન્દ્રસિંહ ચાવડાની ટેકનિકલ સહાયથી પ્ર.પાટણ મંગલમ્ સોસાયટીમાં રહેતો સરદારજી જશપાલસિંગ લાલસીંગ ટાંક તથા તેના બે મિત્રો (૧) ભાતસિંગ શેરસિંગ ભાટીયા ઉવ.૩૦ રહે. દુધરેજ ગામ ચુનાના ભઠીની બાજુમાં જી. સુરેન્દ્રનગર તથા (ર) કાલીસિંગ શેરસિંગ ભાટીયા ઉ.વ.ર૧ રહે. ધુરધેરજ ગામ ચુનાના ભઠીની બાજુમાં જી. સુરેન્દ્રનગર વાળાની પૂછપરછ કરતા તેઓએ આજી વીસ-એકવીસ દિવસ પહેલા પ્ર.પાટણ મેઇન બજારમાં આવેલ પ્રીન્સ જવેલર્સ નામની દુકાનમાંથી પોતે ત્રણેય સન્નીસિંગ દર્શનસિંગ દુધાણી રહે. બરોડા વરાઇશીડેરા વિસ્તાર વાળાઓએ મળીને ચોરી કરેલ હોવાનું જણાવેલ.

ઉપરોકત પ્ર.પાટણ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૪ર૦૦૯ આઇ.પી.ક. ૪પ૭, ૩૮૦ મુજબ ઘરફોડ ચોરીના કામે ગયેલ મુદામાલ ચાંદીની વીટી-૧૩, ચાંદીની માદરડી-૭૩, ચાંદીના તાવીજ-૧૦, ચાંદીના છતર-૬, ચાંદીના બીજ-૪૭, ચાંદીની વાળી (સ્ક્રેપ)-પ૯, ચાંદીના પાયલ-૧ અને સ્પ્રીંગ-૧, હોડી-૧, જેની કુલ રૂ. ૧૮ર૬ર તથા મો.ફોન નંગ-ર કિ.રૂ. ૧૦૦૦ ગણી તથા બોલેર પીકઅપ વાહન કિ. રૂ. ર૦,૦૦૦૦ મળી કુલ મુદામાલ રૂ. ર,ર૮,ર૬રનો રીકવર કરી અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામાં આવેલ છે.

(11:54 am IST)