Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ઉપલેટા પાસે વાડીમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ પાંચ પતાપ્રેમીઓ પકડાયા

ઉપલેટા પાસે વાડીમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ પાંચ પતાપ્રેમીઓ પકડાયા

રાજકોટ તા. ૮: ઉપલેટા પાસે વાડીમાં ચાલતા જુગારના હાટડા ઉપર પોલીસે રેઇડ કરી પાંચ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

ઉપલેટા નજીક ભાદર નદીના કાંઠે ભાવેશ રાજસીભાઇ ડેર તેની વાડીની ઓરડીમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ઉપલેટાના પી.આઇ. મહેન્દ્રસિંહ રાણા તથા પો. કો. દિનેશભાઇ ગોંડલીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વાડી માલીક ભાવેશ ડેર રે. યાદવ રોડ ચકલી ચોરા પાસે ઉપલેટા, રાજેશ નનાભાઇ મારૂ રે. કુમકુમ એપાર્ટમેન્ટ આમ્રપાલી સોસાયટી ઉપલેટા, ઉમેશ પરબતભાઇ ચંદ્રવાડીયા રે. વિક્રમ ચોક પાસે ઉપલેટા, ઇકબાલ યુનુસભાઇ સમા અશ્વીન ચોક ઉપલેટા તથા યાસીન ઉર્ફે વકાર કમરૂદીનભાઇ ઢાંકવાલા રે. ગાંધી ચોક ઉપલેટાને રોકડા રૂ. ર૦,૦૦૦ તથા બે બાઇક મળી કુલ રૂ. ૭૦,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:53 am IST)