Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ભાવનગરમાં ૭ કેસઃ ૧૨ કોરોનામુકત

૫,૯૦૯ કેસો પૈકી ૩૯ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર તા.૯:  જિલ્લામા વધુ ૭ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૯૦૯ થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમા ૨ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૫ કેસ નોંધાયા છે. જયારે તાલુકાઓમા મહુવા ખાતે ૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકાના ૮ તેમજ તાલુકાઓના ૪ એમ કુલ ૧૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૯૦૯ કેસ પૈકી હાલ ૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૭૯૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:45 am IST)