Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

વાંકાનેરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી નમીરા બ્લોચે ઝેર પી લીધું

પતિના આડાસંબંધ અને સાસુ ઘરકામ બાબતે ત્રાસ આપતા પગલુ ભર્યાનો આક્ષેપઃ પરિણીતા રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૯ : વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતી પરિણીતાએ પતિ અને સાસુના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતી નમીરા સોયબભાઇ બ્લોચ (ઉ.ર૩) એ કે.કે.ચેમ્બર પાસે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. નમીરાના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા તેને સંતાનમાં એક દીકરી છે. તે અમરેલીના ખાંભા ગામે માવતર ધરાવે છે. પતિના આડા સંબંધ અને સાસુ ઘરકામ બાબતે છેલ્લા દોઢવર્ષથી ત્રાસ આપતા હોઇ તેથી કંટાળી જઇ તેણે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે આ અંગે વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)