Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સુરતમાં બિનવારસુ પડેલ મોટર સાયકલ લઇને વિરનગર આવેલ પટેલ ઝડપાયો

આટકોટ તા. ૯ :.. પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય, જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચન કરેલ હોય જે અન્વયે એસ. ઓ. જી. પોલીસ ઇન્સ્પેકટર એ. આર. ગોહીલ પો. સબ. ઇન્સ. એચ. એમ. રાણાના માર્ગદર્શન મુજબ એસ. ઓ. જી. બ્રાંચના પો. હેઙ કોન્સ. હિતેષભાઇ અગ્રાવત તથા જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો. કોન્સ. રણજીતભાઇ ધાધલ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકિકત મળેલ કે વીરનગર ગામનો કેયુર હરેશભાઇ સેખલીયા પટેલ ઉ.ર૧ ચોરી કરેલ મો. સા. લઇને કમળાપુર ગામે આવેલાની  હકિકત મળેલ હોય આધારે કમળાપુર હાઇસ્કુલ પાસે રોકી તેની પાસે રહેલા મોટર સાયકલના આધાર પુરાવા કે આર. બી. બુક હોય તો રજૂ કરવા કહેતા નહી હોવાનું અને મોટર સાયકલ પોતે આજથી ત્રણેક વર્ષ પહેલા સુરત સીમાડાના નાકા મીસ્ટર ચા નામની કેબીનની બાજુમાંથી બીનવારસી પડેલુ હોય જે લઇને વીરનગર આવેલાની કબુલાત આપેલ જેથી મજકુર વિરૂધ્ધ ભાડલા પો. સ્ટે. સી. આર. પી. સી. કલમ ૪૧ (૧), ડી. ૧૦ર મુજબ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

કબ્જે કરેલ મુદામાલ (૧) સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રજી. નં. જીજે-૦૩-એન. ૭૭ર૬ નંબર પ્લેટ લગાવેલ છે. જેના નં. એચ.એ.-૧૦-ઇજી-૧૦-ઇજીડીએચડી ૧૩૬ર૧ તથા ચેસીસ નં. ૯૬-ડી-૧૯૧૦૪પ૬૦ કિંમત રૂપિયા ર૦,૦૦૦ છે. આ કામગીરીમાં ખોખર વિગેરે જોડાયા હતાં.

(11:44 am IST)