Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

જામકંડોરણામાં ગૌસેવાના સકલ્પો

ધોરાજી : જામકંડોરણા ખાતે ગૌવંશ પાંજળાપોળ ખાતે આગામી સમયમાં મકરસંક્રાંતિ નિમિત્તે ગૈશાળા ખાતે જામકંડોરણા તાલુકાભરની ગામડાઓમાંથી ગૌભકતોની મીટીંગમાં મકરસંક્રાંતિ નિમિતે ઘેર ઘેરથી દાન એકઠુ કરવા નિર્ધાર કરેલ અને આ તકે ગૌવભકતોને શિલ્ડ આપી સન્માનીત કરેલ અને તાલુકાભરના ગૌવભકતોની સેવાઓને બીરદાવી હતી. આ તકે ગૌશાળાના પ્રમુખ જયેશભાઇ રાદડીયાએ જણાવેલ કે તાલુકાના યુવાનોએ બેન્ડવાજા વગાડી ગૌસેવાઓ કરી આવા યુવાનોની સેવાઓને બીરદાવી અને ગૌસેવા કરતા હતા અને પરંપરાઓ વિશે માર્ગદર્શન આપેલ. આ તકે અગ્રણી કેબીનેટમંત્રી જયેશભાઇ રાદડીયા, ગોવિંદભાઇ રાણપરીયા, જીવરાજભાઇ સતાસીયા, લલીતભાઇ રાદડીયા, સેવાભાવી અગ્રણી મનસુખભાઇ સાવલીયા, ખીમજીભાઇ બગડા, ભગવાનજીભાઇ બાલધા નાથાભાઇ બાલધા, ચીમનભાઇ પાનસુરીયા, હરસુખભાઇ પાનસુરીયા, કરણસિંહ જાડેજા, કાનાભાઇ બગડા, જસમતભાઇ દેશાઇ, કરશનભાઇ સોરઠીયા, કલ્પેશભાઇ રાણપરીયા, મનસુખભાઇ રેણપરા તેમજ બહોળી સંખ્યામાં ગૌભકતો હાજર રહી જુની પરંપરા જાળવા અને ગૌસવા અંગે સંકલ્પ લીધો હતો તે તસ્વીર.

(11:43 am IST)