Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને સંગીત શણગાર

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા., ૯:  બોટાદ જિલ્લા ના પ્રસિધ્ધ યાત્રાધામ સાળગપુર ધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ મંદિર સાળગપુર આયોજિત પવિત્ર ધનુર્માસમાં દાદાના દરબારમાં શ્રી સ્વામિનારાયણ મહા મંત્રના( ૨૧૯ ) મોં પ્રાગતીય દીન પ્રંસગે તારીખ ૯ ને સફલા એકાદશી ના માગશર મહિનાના છેલ્લા શનિવારના સવારે સાડા પાંચ કલાકે મહા આરતી કરવામાં આવેલ હતી તેમજ દિવ્ય સંગીત શણગાર સવારે સાત કલાકથી રાખેલા છે.

જેમાં સંગીતના વિધ વિધ સાધનોનો અદભુત શણગાર કરવામાં આવેલ છે . સહુ હરી ભકતો એ આજે સાળગપુરધામના દાદાના દર્શનનો તેમજ મહા આરતીના દર્શનનો લાભ વિશાળ સંખ્યામાં લીધો હતો તેમજ યુ ટ્યુબ ના માધ્યમથી ઘર બેઠા અસંખ્ય લોકોએ દર્શનનો લાભ લીધેલ છે જે યાદી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીશ્રી વિવેકસાગર સ્વામીજી મહારાજ તેમજ ડી .કે. સ્વામીજીએ જણાવેલ છે.

(11:43 am IST)