Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સુરત ડિસ્ટ્રિકટ કોર્ટના મહિલા કર્મચારી ન્યાયમૂર્તિના પીએને હેલ્મેટનો મેમો

રાજકોટ ટ્રાફિક પોલીસના મેમો છબરડાથી વાહન ચાલકો ત્રાહિમામ

ગોંડલ,તા. ૯: ગોંડલ સાસરિયું ધરાવતા અને સુરત ડિસ્ટ્રિકટ કોર્ટમાં નોકરી કરતા મહિલા કર્મચારીને રાજકોટ ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેર્યા અંગેનો મેમો ફટકારી છબરડામાં વધુ એક ઉમેરો કર્યો છે.

વિગતો મુજબ ગોંડલ વોરા કોટડા રોડ ઉપર રામજી મંદિર સામે રહેતા અતુલભાઈ બી રામાણીના પત્ની ડી. એ. રામાણી સુરત ડિસ્ટ્રિકટ કોર્ટ સાથે ન્યાયમૂર્તિના પીએ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને સુરત ઘરેથી કોર્ટે જવા પોતાના પતિ અતુલભાઈ નું એકિટવા મોટરસાયકલ GJ03 JD 7108 નો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ છબરડાઓ માટે પંકાયેલા રાજકોટ ટ્રાફિક પોલીસે બરોબર વાહનની નંબર પ્લેટ તપસ્યા વગર હેલ્મેટ ન પહેર્યાનો મેમો ફટકારી દીધો.

રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા અપાતા મેમો માં 'આપની સુરક્ષા માટે રાજકોટ શહેર સીસીટીવી સર્વેલન્સ હેઠળ છે' નું સ્લોગન લખવામાં આવ્યું છે પરંતુ કેટલાક કોમ્પ્યુટર ઓપરેટર ની ભૂલો ના હિસાબે સમગ્ર ટ્રાફિક પોલીસ બદનામ થઈ રહી હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

(11:42 am IST)