Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણીઓ અંગે તૈયારીઓ

ધોરાજી : રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મહામંત્રી મનીષભાઈ ચાંગેલા, મહામંત્રી મનસુખભાઈ રામાણી વિગેરે સત્તાનું સુકાન સંભાળ્યા બાદ રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે તેમજ આવનારી રાજકોટ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે તે માટે કાર્યકર્તાઓને દોડતા કરવા બાબતે વિશેષ આયોજન હાથ ધર્યુ છે જેના ભાગરૂપે ધોરાજી ઉપલેટા ભાયાવદર મોટી પાનેલી તેમજ જામકંડોરણા જેતપુર વિગેરે તાલુકાની જવાબદારી રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષભાઈ ચાંગેલા ને સોંપવામાં આવી છે

જેના ભાગરૂપે રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલાએ ધોરાજી ઉપલેટા વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લઇ જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ની ચૂંટણીના અનુસંધાને ઉપલેટા તાલુકાની મોટી પાનેલી અને ડુમીયાણી સીટના ગામો સમઢીયાળા, કાથરોટા, તલગણા, ભીમોરા, મજેઠી, લાઠ, કુંઢેચ, રબારીકા, ખારચિયા, મોટી પાનેલી, ચરેલીયા, ઢાંક, નાગવદર, ગધેથડ, મેરવદર, જાર, પ્રાંસલાનો પ્રવાસ કર્યો હતો. જેમાં પૂર્વ ધારાસભ્ય તથા તાલુકા પ્રભારી  બાવનજીભાઈ મેતલીયા, ઉપલેટા તાલુકા પ્રમુખ સંજયભાઈ માકડીયા, મહામંત્રીઓ અતુલભાઈ બોરીચા, પૃથ્વીસિંહ ચુડાસમા, રાજશીભાઈ હૂંબલ, હરિભાઈ ઠુમ્મર,  મયુરભાઈ સુવા, મહાવીરસિંહ વાળા તેમજ તાલુકા ભાજપના હોદેદારો, કાર્યકર્તાઓ સાથે બેઠક લીધી હતી અને આવનારી જિલ્લા પંચાયતની તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૧૦૦%  રિઝલ્ટ અંગે માર્ગદર્શન સાથે સૂચનો મંગાવ્યા હતા અને કાર્યકર્તાઓને આજથી જ કામે લાગી જવા આહવાન કર્યુ હતું

રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલા છેલ્લા ઘણા વર્ષોથી લોકસભા તેમજ વિધાનસભાની ચૂંટણીના અનુસંધાનમાં ૭૫ ધોરાજીના ઇન્ચાર્જ તરીકે પણ  બહોળો અનુભવ ધરાવે છે અને ધોરાજી ઉપલેટા બંને તાલુકાના ગામોના આગેવાનો તેમજ વિવિધ સમાજના આગેવાનો સાથે પણ વર્ષો જૂનો નાતો ધરાવે છે જેથી સંગઠનની અંદર પ્રવાસના અનુસંધાનમાં આ વિસ્તારમાં નવું જોમ થશે તેમજ આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય તે બાબતે અત્યારથી જ પ્રયાસ શરૂ કરી દીધા છે.

(11:39 am IST)