Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

મોરબી : કિશાન સંઘ દ્વારા કલેકટરને રજુઆત

મોરબી : ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે સંઘના આગેવાનોએ જીલ્લા કલેકટર સાથે રૂબરૂ મુલાકાત કરી પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી અને નિરાકરણની માંગ કરવામાં આવી હતી. ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નો જેવા કે તળાવો અને ચેકડેમો રીપેરીંગ કરવા, ખેડૂતોના છેલ્લા ચાર વર્ષના વીમા બાબતની ચર્ચા કરવામાં આવી હતી શિયાળુ પાકની ટેકાના ભાવની સમયસર ખરીદી થાય તેવી રજૂઆત કરી હતી ભૂંડ અને રોજને જંગલમાં સ્થળાંતર કરવા, આઈ ખેડૂત પોર્ટલમાં લાભાર્થીઓને અરજી થઇ ગયેલ હોય જેને લાભ ના મળ્યો હોય તેવા ખેડૂતોને બીજા રાઉન્ડમાં પ્રાધાન્ય આપવું, ટંકારા મામલતદાર કચેરીમાં આધારકાર્ડ કામગીરી કાયમી ચાલુ રાખવી, જે ખેડૂતોને જમીનમાંથી લોકલ સિંચાઈ યોજના પસાર થતી હોય તેમાંથી જ નર્મદા સિંચાઈ યોજના પસાર થાય તો એક જ ખેડૂતને વધુ નુકશાન થાય છે જે અંડરગ્રાઉન્ડ સિંચાઈ યોજના છે જેમાં માટીના ઢગલા દુર કરવામાં આવે તો ખેડૂત જમીન ખેડી સકે, માળિયા તાલુકામાં માઈનોર કેનાલના બાકી કામો પૂર્ણ કરવા, ફેન્સીંગવાળા સિમેન્ટ પોલ માન્ય છે તેમાં ઉમેરો કરીને ગેલ્વેનાઈઝના પોલને માન્યતા આપવી સહિતના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી. તે તસ્વીર.

(11:38 am IST)