Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

માળિયા હાટીનામાં રકતદાન કેમ્પ યોજાયો

માળિયા હાટીનાઃ ચાણકય પબ્લિક સ્કુલમાં યોજાયેલ રકતદાન બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૧૫ બોટલ રેકોર્ડ બ્રેક રકતદાન થયું હતું. રાજ્યનાં અને જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પ્રાથમિક શિક્ષક સંઘનાં સહકારથી રકતદાન બ્લડ ડોનેશન જિલ્લામાં કુલ છ તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પ થઇ ગયા છે જેમાં માંગરોળમાં સૌથી વધારે ૩૦૫ બોટલ રકતદાન થયું છે. માળીયાહાટીનામાં જિલ્લામાં સૌથી વધારે રેકોર્ડ બ્રેક રકતદાન થયું છે. થેલેસેમિયાનાં બાળકોને બ્લડની જરૂર હોવાથી તાલુકે તાલુકે બ્લડ ડોનેશન કેમ્પ યોજાઇછે. આ કેમ્પમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઇ ગાંધી ચાણકય સ્કુલનાં બાલુભાઇ ભોજક તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ હમીરભાઇ સિંઘવ ગિરનાર હાઈસ્કુલ આગાખાન ટ્રસ્ટના પ્રિન્સીપાલ અશોકસર તમામ શિક્ષક ભાઇ-બહેનો ૨૭૦ જેટલા ભાઇઓ બહેનોને હાજરી આપી બ્લડ ડોનેશન કરેલ હતું. ગિરનાર હાઇસ્કુલ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી. રકતદાન કેમ્પ યોજાયો તે તસ્વીર.

(10:17 am IST)