Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

અપહરણના ગુન્હામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને રાજકોટના બેટી ગામેથી ભોગ બનનાર સાથે ઝડપી લેતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

 

અમરેલી : અશોકકુમાર યાદવ ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ નાસતાં ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓને પકડવા અંગે  ખાસ ડ્રાઇવ આયોજન કરેલ હોય જે અન્વયે નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલી નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ ઇન્સ.  આર.કે.કરમટા ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના .એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયાનાઓની ટીમ દ્વારા ચલાલા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૨/૨૦૧૯ IPC કલમ.૩૬૩,૩૬૬ તથા પોકસો કલમ.૧૮ વિ. મુજબના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે રાજકોટ જીલ્લાના બેટી ગામેથી પકડી પાડેલ. હતા

 ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાના બદઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી આરોપી અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય જે અપહરણ કરનાર આરોપીની હકિકત મેળવી ભોગબનનાર સાથે આરોપીને પકડી પાડી.હતી

પકડાયેલ આરોપી  કિશનભાઇ ઉર્ફે કીસલો કાળુભાઇ ચારોલા (કોળી) (ઉ.વ.-૨૩ )ધંધો-મજુરી (રહે.રામપુર તા.ધારી જી.અમરેલી)ને રાજકોટ જીલ્લાના બેટી ગામેથી પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા ચલાલા પોલીસને સોપવા તજવીજ કરેલ છે

આમ નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા છેલ્લા એકાંદ વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે રાજકોટ જીલ્લાના બેટી ગામેથી પકડી પાડેલ છે

(12:39 am IST)