Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

નાની કુંકાવાવમા આચાયૅની બદલીનો વિરોધ: અધિકારીએ કહ્યુ પગાર કોણ ગામ ચુકવશે: યુવકે એક લાખ.ટેબલ પર મુકી દીધા

મુખ્યશિક્ષકની બદલી રોકવા છેલ્લે 1 સપ્તાહથી શિક્ષણ કાર્ય ઠપ્પ.

 

અમરેલીના નાની કુંકાવાવમા આચાયૅની બદલીનો ભારે વિરોધ થઇ રહયો છે ત્યારે વિરોધ વચ્ચે અધિકારીએ કહ્યુ પગાર કોણ ચુકવશે તેવો સવાલ કરતા એક  યુવકે 1 લાખ રૂ.ટેબલ પર મુકી દીધા.હતા  અમરેલીના નાની કુંકાવાવમાં આચાર્યની બદલીનો વિરોધ. થઇ રહયો છે  મુખ્યશિક્ષકની બદલી રોકવા છેલ્લે 1 સપ્તાહથી શિક્ષણ કાર્ય ઠપ્પ.થયું છે

  બનાવને પગલે જિલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી ગામમાં દોડી ગયા હતા  તેવામાં શિક્ષકને અહી રાખવા હોય તો તેનો પગાર શું ગામ લોકો ચુકવશે ? તેવો સવાલ ઉઠાવતા અહીના એક યુવાને ઉભા થઇ શિક્ષણાધિકારીના ટેબલ પર રૂપિયા એક લાખ રોકડા ધરી દીધા હતા.

(12:35 am IST)