Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સાવરકુંડલાને ધમરોળતા તસ્કરોઃ ર દુકાનમાંથી ૭.પ૦ લાખની ચોરીઃ ર મકાનમાંથી બાઇકની ચોરી

સાવરકુંડલા : સાવરકુંડલા શહેરમાં  કડકડતી ઠંડીમાં નિશાચરો સક્રિય થયા છે. અને બીંદાસ પણે ચોરીને અંજામ મઆપી રહયા છે. શહેરમાં  એક જ રાત્રીમાં બે સોના ચાંદીની દુકાનોમાં ચોરી થઇ છે તો બે રહેણાંક મકાનમાં પણ તસ્કરોએ પગલા કર્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ તા.૭-૧-ર૦ર૦ના રાત્રીના તસ્કરોએ સાવરકુંડલામાં મુકામ કરી ગાંધીચોક જેવા ભરચકક વિસ્તારમા આવેલ આનંદ જવેલર્સ અને ભરત જવેલર્સ નામની બે દુકાનમાં નકુચા - સાંકળ તોડી તયાંથી ચાંદીના સાડા સાત લાખના દાગીનાની ચોરી કરી છે. તો તેજ રાત્રીના નેસડી રોડ ઉપર આવેલી શિવલીલા રેસીડેન્સીમાં મકાનનાં કમ્પાઉન્ડ અંદર રાખેલા બે મોટર સાઇકલોનો પણ ચોરી કરી અન્ય એક મકાનનાં દરવાજાનાં નકુચા તોડવાનો પ્રયતન કરેલ આમ એક જ રાત્રીના ચાર ચાર સ્થળોએ ચોરી અને ચોરીનો પ્રયાસ થતાં સાવરકુંડલાના રહેવાસીઓ - વેપારીઓમાં રીતસર ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસે ડોગ સ્કોડ એફએસએલની મદદથી તપાસ આરંભી છે.

(1:23 pm IST)