Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

અમરેલી જીલ્લામાં જુદા-જુદા ર૮ સ્થળોએ દેશીદારૂના દરોડાઃ ૧૮ ઝડપાયા

અમરેલી તા. ૯ : અમરેલી જીલ્લામાં જુદા-જુદા ર૮ સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડીને પોલીસે ૭૦ લી. દેશી દારૂ, આથો પ૪૮ લી. મળી કુદ રૂ.૪૩૦૦ ના મુદામાલ સાથે૧૮ શખ્સોને ઝડપાયા હતા તેમજ પોલીસે જીલ્લામાં પેટ્રોલીંગ દરમિયાન ર૪ શરબીઓને ઝડપી લઇ જેલની હવા ખવડાવી નશો ઉતારી સરભરા કરી હતી.

ટીંબા પાસે ઇકો કારના સ્પેરપાર્ટ ચોરાયા

અમરેલી તાલુકાના ટીંબા ગામ પાસે નરેન્દ્રસિંહ સુરૂભા વાળા રહે. રાજકોટના પિતા ઇકો કાર જી.જે.૦૩ એલ.બી.૪૯૯ર ની તા.ર૪/૧ર ના ટીંબા નજીક રાત્રીના રોડ પર અકસ્માત થતાં વાહન રોડ પર મુકી સારવાર માટે ગયેલ તા.૮/૧ સુધીમાં કેતન ઘનશ્યામ દેવભડીગજી, દેવેન્દ્ર મોહન ચાવડા, ભાવેશ વાલજી ગમારા રહે. વાવડી વાળાઓ કારના જુદા - જુદા સ્પેરપાર્ટ કુલ રૂ.૪પ,૦૦૦ ના ચોરી ગયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

દહીથરામાં પ્રૌઢ પર હુમલો

દામનગરના દહીથરામાં વિનુભાઇ પરષોતમભાઇ કાકડીયા (ઉ.પપ)ને ગટર બાબતે પુછતા શારૂ નહી લાગતા રાઘવ કુકા, રાકેશ રાઘવ, મનિશ નાનુ, વિજય નાનુએ ગાળોબાોલી લાકડી વડે મારમારી ધમકી આપ્યાનીદામનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

રોહિસામાં મહિલા પર હુમલો

અમરેલી જાફરાબાદના રોહિસા ગામે રહેતીહિરાબેન મહરીભાઇ બાભાણીયા ઉ.૩પ ના ઘર સામે ઉકરડો લઇ લેવાનું જણાવતા ગીતાબેન અનિલભાઇ પરમારે ગાળોબોલી મારમારી ધમકી આપ્યાનીફરીયાદ જાફરબાદ મરીન પોલીસ મથકમાં નોંધાવી છે.

(1:23 pm IST)