Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ખંભાળીયા પાલિકામાં સફાઇ કામદારોની ભરતીમાં ર૭થી ૩પ વાળા આવી ગયા-૪૦થી પ૦ વર્ષ વાળા રહી ગયા : તપાસની માંગણી

ખંભાળીયા, તા. ૯ : પાલિકાના સફાઇ કામદાર સેલ ભાજપના સહકન્વીનર ચીમનભાઇ ગોકળભાઇ વાઘેલાએ રાજયના મુખ્યમંત્રી તથા પાલિકા નિયામકને ફરીયાદ કરીને પાલિકાની સફાઇ કામદારોની ભરતીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસની માંગ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, ૧૯૯પથી રોજમદાર તરીકે ફરજ બજાવતા ૩પ ફીકસને પગારદારના ઓર્ડર આપવામાં આવેલા તેમાં સીનિયોરીટી લીસ્ટ રાખ્યા વગર નિમણૂંક કરાતા ર૭,ર૪,૩પ વર્ષ વાળાને રોજમદારોમાંથી ફીકસ પગારના હુકમો અપાયા છે જયારે ૪પ,પ૦ અને પપ વર્ષના હજુ રોજમદારો જ છે તેમને ફીકસ પગારમાં પણ લેવાયા નથી.

આવા ર૧ રોજમદારોને અન્યાય થયો હોય પાલિકાના જવાબદાર અધિકારીની સામે તપાસ કરીને તેમની સામે ખાતાકીય પગલા અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આ પત્રની જાણ સાંસદ તથા ધારાસભ્યને પણ કરવામાં આવી છે. (૮.૧૦)

(1:21 pm IST)