Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

મોરબીના ટીંબડી નજીક ટ્રકની ઠોકરે પરપ્રાંતીય યુવાનનું મોત

મોરબી તા. ૯: મોરબી ટીંબડી પાટીયા નજીક ટ્રકની ઠોકરે પરપ્રાંતિય યુવાનનું મોત થયુ હતુ.

મુળ ઝારખંડના  રહેવાસી હાલ મોરબીના  ટીંબડી ગામની સીમમાં ઓસેસીસ સિરામીક ફેકટરીમાં રહીને મજુરી કરતા ચાંદમની નંદલાલ પુરતી આદિવાસીએ  ફરિયાદમાં જણાવ્યુ છે કે ટ્રક નંબર જીજે ૦૩ એએકસ ૫૧૪૫ના ચાલકે ટ્રક બેફિકરાઇથી ચલાવી ફરિયાદીના પતિ નંદલાલ સોમાભાઇ પુરતી (ઉ.વ.૩૫) ને અડફેટે લેતા તેનુ મોત થયુ છે.

(1:21 pm IST)