Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમ દ્વારા પાટીદાર કર્મચારીઓનું વિરાટ સંમેલન

મોરબી,તા.૯: ઉમિયા સર્વિસ કલાસ ફોરમ મોરબી દ્વારા મોરબીમાં વસતા પાટીદાર કર્મચારીઓનું સ્નેહમિલન, સરસ્વતી સન્માન સમારોહનું આયોજન તા. ૧૨ ને રવિવારે રામોજી ફાર્મ ખાતે કરવામાં આવ્યું છે.

આ સમારોહમાં પાટીદાર રત્ન જેવા પ્રમુખ શ્રેષ્ઠીઓનું સન્માન કરાશે ઉપરાંત રકતદાન શિબિર પણ યોજાશે આ વિરાટ સમારોહના સફળ આયોજન માટે ફોરમના વર્તમાન પ્રમુખ ડો. ભાવેશ જેતપરિયા, નવનિયુકત પ્રમુખ ડો. પ્રફુલ પટેલ, પૂર્વ પ્રમુખ રામજીભાઈ બાવરવા, ભાણજીભાઈ આદ્રોજા, પૂર્વ સંગઠન મંત્રી અને સલાહકાર કરશનભાઈ કોટડીયા, મંત્રી અશ્વિનભાઈ એરણીયા તેમજ સમિતિના કન્વેનર સંદીપ આદ્રોજા, સંજીવ જાવિયા, મેનપરા, હર્ષદ મારવણીયા, મનસુખ દલસાણીયા, શૈલેશ ઝાલરીયા, જીતેન્દ્ર વિરમગામાં, બીપીન કણસાગરા,રમેશ કાલરીયા, અશ્વિન દલસાણીયા, રવજી ચીખલીયા, રમેશ બુડાસણા, ધનજી કોરીંગા, અનંત આંદ્રોજા,ગોરધન ગાંભવા, વલમજી મેરજા, રવી ભોરણીયા, નરેન્દ્ર ઝાલરીયા, લક્ષ્મણ કોરીંગા, ભવાનભાઈ કગથરા, નાનજીભાઈ મોરડિયા સહિતની ટીમ તડામાર તૈયારીઓ કરી રહી છે.

મોરબીમાં પહેલીવાર કર્મચારીઓ નું વિરાટ સંમેલન આકાર લઈ રહ્યું છે સમાજ સેવકો, રાજપુરુષો, ઉદ્યોગપતિઓ, દાતાઓ, શિક્ષણવિદો, ઉચ્ચ અધિકારીઓ, વિવિધ સંસ્થા- એસોના હોદેદારો અને સંત રત્નોની ઉપસ્થિતિમાં સમારોહ યોજાશે વધુ માહિતી માટે ફોરમના કાર્યાલય શ્રી પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ મોરબી, આશાપુરા ટાવર, મોરબી ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

(1:20 pm IST)