Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

માળિયાહાટિનાથી મેંદરડા મંજુર થયેલ રોડ કયારે બનશે : ખુદ સરપંચનો સવાલ?

માળીયાહાટીના તા ૯  : માળીયા હાટીનાથી મેંદરડા વાયા અજાબ, શેરગઢ, બવાણીયા થઇને મેંદરડા સુધીનું ૨૪ કિલોમીટરનો ડામર રોડ છેલ્લા બે વર્ષથી ચીથરે હાલ બની ગયો છે. આ રોડમાં મોટા મોટા ગાબડાઓ અને મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેથી નાના અને મોટા તમામ વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે.

આ રોડ અતિ બિસ્માર હોવાથી નાના મોટા અનેક અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ રોડ તાત્કાલિક બનાવવા માળીયાહાટીના ના સરપંચ નટવર સીસોદીયાએ લાગતા વળગતાઓને લેખીત રજુઆત કરી છે. જાણવા મળ્યા મુજબ ૨૪ કિલોમીટરના આ ડામર રોડ નવો બનાવવા માટે રૂપિયા ૨૩.૨૪ કરોડ રૂપિયા મંજુર પણ થઇ ગયા છે, પણ કામ ચાલુ થતું નથી.

આ અંગે માળીયાહાટીના સરપંચ નટવર સીસોદીયાએ બાંધકામ વિભાગને લેખીત રજુઆત કરી આ ડામર રોડનું કામ તાત્કાલીક શરૂ કરવા માંગણી કરી છે.

(12:01 pm IST)