Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

દ્વારકામાં પોલીસ જમાદારનું નિવૃતિ સન્માન

 દ્વારકા : પોલીસ જમાદાર ભરતસિંહ જાડેજા વયમર્યાદાના લીધે નિવૃત થતા સામાજીક, ધાર્મિક અને શૈક્ષણિક તથા રાજપુત સમાજના આગેવાનોએ ભરતસિંહ જાડેજાનું સન્માન વિદાય સમારંભ યોજાયો હતો. ફરજનિષ્ઠાને બિરદાવી હતી તેઓએ લોકલક્રાઇમ તથા દેવભૂમી દ્વારકા લોકલ, ક્રાઇમ બ્રાંચ અને મુખ્યત્વે મીઠાપુર, ઓખા, મીઠાપુર દ્વારકામાં ફરજ બનાવે છે. છેલ્લે તેઓ વર્તમાનમાં દેવભુમી દ્વારકા પોલીસની ક્રાઇમ બ્રાંચમાં ફરજ બનાવીને નિવૃત થયા છે.વિદાય સમારંભમાં પબુભા માણેક અને રવિ બારાઇ, રમણભાઇ સામાણી, મનસુખભાઇ બારાઇ, જીતેશ માણેક, મુકેશ સોની, પ્રકાશભાઇ સામાણી તથા પોલીસ વિભાગ ઉપસ્થિત રહ્યો હતો વિદાય સન્માન સમારોહની તસ્વીર.

(12:01 pm IST)