Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચાઇનીઝ દોરાના વેચાણ પર પ્રતિબંધ

જૂનાગઢ તા.૯ : મકરસંક્રાંતીના શુભ તહેવારના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા ત્યારે જૂનાગઢ શહેરના કેટલાક વેપારીઓ દ્વારા પતંગ ઉડાડવાના ચાઇનીઝ દોરાનુ વેચાણ કરે છે. મકરસંક્રાંતીના પતંગ ઉડાવવા માટે ચાઇનીઝ પતંગનો દોરો પ્લાસ્ટીક સીન્થેટીક મટીરીયલમાંથી બનેલ હોય નાશ થતો નથી જે પર્યાવરણ માટે જોખમી છે. જે પતંગનો દોરો પ્રાણી પક્ષીઓ માટે ઘાતક છે. ત્યારે આવા ચાઇનીઝ અને પાકા દોરાનો વપરાશ ઉપર રાજય સરકાર દ્વારા પ્રતિબંધ મુકવા અન્વયે એન્વાયરમેન્ટ (પ્રોટેકશન) એકટ ૧૯૮૬ની કલમ પ સાથે એન્વાયરમેન્ટ (પ્રોટેકશન) રૂલ્સ ૧૯૮૬ના નિયમ ૪(પ)થી મળેલ અધિકારીની રૂએ રાજય સરકાર દ્વારા ગુજરાત રાજયમાં કાચ, ધાતુ કે અન્ય કોઇ ધારદાર વસ્તુની કચર ઝીણા ભુકાથી કોટેડ (આવરીત) નાયલોન સિન્થેટીક અથવા તેવા અન્ય કોઇ દોરા જેમા ચાઇનીઝ દોરાના વેચાણ પર પ્રતિબંધ ફરમાવેલ છે. જૂનાગઢ મનપા દ્વારા પતંગ ઉડાડતા લોકોને ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવા અપીલ કરેલ છે.

(11:57 am IST)