Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

હળવદમાં પ્રજાપતિ યુવા ગૃપ યોજીત ક્રિકેટ ટુર્નામેન્ટને ભારે સફળતા

હળવદ તા.૯ : અહીં ના પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા સમાજમાં એકતા જળવાઈ રહે તે માટે વિવિધ રમત ગમતના તેમજ સેવાકીય પ્રવૃત્ત્િ।ઓનું આયોજન કરવામાં આવતુ હોય છે ત્યારે હળવદ હાઈવે પર આવેલ મોડલ સ્કુલની પાછળ ના ગ્રાઉન્ડમાં કરવામાં ક્રિકેટનું આયોજન કરવામા આવ્યું હતું એમાં પ્રજાપતિ સમાજની જુદી જુદી પાંચ ટીમોએ હર્ષભેર ભાગ લીધો હતો.

મોડલ સ્કૂલ પાછળના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી પ્રજાપતિ સમાજ દ્વારા ટેનિસ ટૂર્નામેન્ટનું એક દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો તો સાથોસાથ વિજેતા ટીમને ટ્રોફી તેમજ મેન ઓફ ધ મેચ થયેલ ખેલાડી ને પ્રોત્સાહન રૂપે ઇનામ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડ્રેગન ઇલેવન,વોયર્સ ઇલેવન,એસ.બી. લાઇવ ઇવેન્ટ ઇલેવન, મહાકાલ ઇલેવન,કિસન ઇલેવન સહિતની પાંચ ટીમોએ ભાગ લીધો હતો તો સાથે સાથે ક્રિકેટના આ આયોજનને પગલે ક્રિકેટ પ્રેમી યુવાનો પણ ક્રિકેટ ટુર્નામેન્ટ ને નિહાળવા પહોંચ્યા હતા.

(11:50 am IST)