Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જામનગરના શેઠવડાળામાં ખનીજચોરો પર તુટી પડતી રાજકોટ આરઆરસેલની ટીમ

ગેરકાયદે રેતી ચોર કરતા ઇસમોની ધરપકડ ટ્રક-ડમ્પર રેતી કાઢવાના સાધનો જપ્ત

જામજોધપુર, તા., ૯: જામનગર જીલ્લાના શેઠવડાળા પંથકમાં ગેરકાયદે ખનીજ ચોરી કરતા ઇસમો રાજકોટના રેપીડ રીસ્પોન્સ સેલના કર્મચારીઓ દરોડો પાડતા ગેરકાયદે ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે.

આ દરોડાની વિગતો જોઇએ તો રાજકોટ નાયબ પોલીસ મહાનિરીક્ષક કચેરીને મળેલી બાતમીને આધારે કચેરીના પોલીસ સ્ટાફ પો.હેડ કોન્સ. રામદેવસિંહ ઝાલા તથા પો.કોન્સ. કમલેશભાઇ રબારી સાથે ગે.કા.ખાણ ખનીજ વહન કરતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવાન કામગીરી સબબ જામનગર જીલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ધ્રાફા ગામથી આગળ બોરીયાનેશ પાસે આવેલ વાલાસણી નદીના છેલા પાસેથી રોડ પરથી પસાર થતા અમુક ટ્રક (ડમ્પર) ચાલકો પોતાના હવાલાવાળા વાહનમાં ગેરકાયદેસર સરકારી સંપતિ ખનીજ રેતી ભરેલ જોવામાં આવતા જેમાં અમુક મજુર નદીની ગે.કા. ખનીજ રેતી લોખંડના ચાયણા વડે ચોરી અને લોડર મારફતે ટ્રકમાં ભરતા હોય જેમાં એક ટ્રક ડમ્પર રેતીથી ભરાઇ ગયેલ અને ત્યાર બાદ બીજા ટ્રક ડમ્પરમાં લોડર  મારફતે ટ્રકમાં ભરતા હોય જેમાં એક ટ્રક ડમ્પર રેતીથી ભરાઇ ગયેલ અને ત્યાર બાદ બીજા ટ્રક ડમ્પરમાં લોડર મારફતે રેતી ભરતા તૈયારી કરવામાં જોવામાં આવેલ.

આ ઇસમોની તપાસ કરતા કોઇ પણ પ્રકારની સરકારી લીઝ કે રોયલ્ટી વગર રેતીનું ખનન કરી પોતાના હવાલાવાળા વાહનો સાથેમળી આવતા ચાલકોના કબ્જામાં રહેલ વાહનો તથા તેમાં ભરેલ રેતી કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરવા શેઠવડાળા પોલીસ સ્ટેશને રજુ કરેલ છે.

ગેરકાયદે રેતી ખનીજની ચોરી કરતા શખ્સોમાં કિશોર રમેશભાઇ રાઠોડ રહે. જામનગર (ર) અરજણ હેભાભાઇ ભારવાડીયા  રહે. જામનગર (૩) વિશાલભાઇ ધર્મેશભાઇ શીહોર, રહે. લીલાખા તા.ઉપલેટા તથા (૪) દુદાભાઇ વીજાભાઇ ભરાઇ રહે. બોરીયાનેસ તા.જામનગર વાળાની ધરપકડ કરી તેના કબ્જામાંથી ટ્રેકટર ટ્રોલી ડમ્પરને લોડર જેવા વાહનો રેતી ચારવાના ચારણા તગારા પાવડા  ત્રીકમ જેવા સાધનો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની આ કાર્યવાહીથી ખનીજચોરી કરવા તત્વોમાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે પોલીસે સીફતપુર્વક ૪ શખ્સોને ઝડપી લીધા છે.

(11:50 am IST)