Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ઉનાના પ બ્રહ્મરત્નોને બ્રહ્મ ગૌરવ એવોર્ડ એનાયત કરીને સન્માન

ઉના તા.૯ : અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે રોડ પર આવેલ અડાલજ ત્રિમંદિરના સાનિધ્યમાં સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાત દ્વારા રાજયકક્ષાનું બિઝનેશ સમિટ તથા બ્રહ્મ ગૌરવ એવોર્ડ યોજાયો હતો જેમાં ઉના તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પાંચ બ્રહ્મરત્નોને બ્રહ્મરત્ન એવોર્ડ એનાયત કરેલ.

બ્રહ્મસમાજની વિવિધ પ્રવૃતિ સંગઠનમાં યોગદાન આપનાર ભરતભાઇ રેવાશંકરભાઇ ઉપાધ્યાય, સંગીત અને ગાયન ક્ષેત્રે રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવનાર ક્રિષ્નન કમલેશભાઇ મહેતા, કુમારી મૃગનયનીબેન કમલેશભાઇ મહેતા, કાસ્ટકલાના નિષ્ણાંત અજયભાઇ ડી.પંડયા, નેહલબેન જોશીનુ બ્રહ્મગૌરવ એવોર્ડ, મેડલ, સન્માનપત્ર આપી સન્માનીત કરાયા હતા. સમારોહમાં ગુજરાતભરમાં વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલ ૫૭૨ થી વધુ બ્રહ્મ રત્નોનુ સન્માન કરાતા ગૌરવ વધાર્યુ છે.

(11:46 am IST)