Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ભાવનગરમાં રરપ લોકોને સાંભળવાના મશીન અને ૬૦૦ લોકોને આજે ચશ્મા વિતરણ

વિભાવરીબેને યોજેલ વિશ્વ વિક્રમી કેમ્પના લાભાર્થીઓને વિતરણ

ભાવનગર તા. ૯ :.. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં જેને સ્થાન પ્રાપ્ત થયુ તેવો અભુતપૂર્વ મેડીકલ કેમ્પ કે જે કેમ્પમાં ભાવનગરમાં અમદાવાદના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સેવા ફ્રી મળેલ અને દર્દીઓની ચાર કીલો મીટર જેટલી લાંબી લાઇન હોવા છતાં તમામ ને દવા-સારવાર ફ્રી મળેલ. આ કેમ્પમાં આપવાના સાધનોનો વિતરણ આજે બપોરે ૩.૩૦ કલાકે, યશવંતરાય નાટયગૃહ મહિલા કોલેજ સર્કલ ખાતે રાખેલ છે. આ સાધન-વિતરણ સમારોહમાં શિક્ષણ પ્રધાન તેમજ ભાવગનરના પ્રભારી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજય કક્ષાના આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણી ઉપસ્થિત રહી સાધન સહાય આપનાર છે. માવતર સંસ્થા દ્વારા સંસ્થાના પ્રેરક વિજયભાઇ દવેના સ્મરણાર્થે આ કાર્યક્રમ યોજાયેલ છે.

રરપ થી વધુ સાંભળવાના મશીનો જેની એકની કિંમત ૮૪૯૯ છે. જર્મન બનાવટનું આ મશીન અદ્યતન અને સુવિધા યુકત છે. વાયર લેસ એકદમ નાનું અને કાનની પાછળ રખાય તેવું નાનકડુ અને ઉપયોગી મશીન છે. તેમજ ૬૦૦ વ્યકિતને ચશ્મા વિતરણ થનાર છે. ચશ્મા પણ ખૂબ જ હલકા અને જેમના નંબર કઢાવેલ તેમને ચશ્મા કવર સહિત અપાનાર છે. રાજયનો સૌથી મોટો એવો મેડીકલ કેમ્પના અંતિમ ચરણ સમાન આ સાધન વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના વડા રાજયના મહિલા બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે જણાવે છે.

(11:43 am IST)