Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

પોરબંદરમાં રાજકીય સ્વાર્થની બંદર સહિત વિકાસના પ્રશ્નોમાં રુકાવટઃ ફ્રી પોર્ટની વાતો હવામાં?

પોરબંદર તા.૯: વહીવટી શાસન માત્ર નામનુ છે. સરકારી શાશના બદલે સમાંતર શાસન ચાલે છે. તેવી ચર્ચા છે. સરકારી અધિકારી તેમજ સ્થાનીક સ્વરાજ સંસ્થાના પદાધિકારી પોતાની ફરજ પ્રત્યે - સરકારી શાસનના વિશ્વાસથી દુર રહે છે તેવી ફરીયાદ છે.

સને ૧૯૮૩માં પોરબંદર પ્રવેશ ક રતા જે તે સમયે નગરપાલિકાનું આખેય નાકુ ભવેરી બાગ - અસ્માવતી (ખાડીડુર્લી)ખાડીના  મુખ પર એક બોર્ડ ટીંગાડેલ કે અહી કાયદાની હદ પુરી થાય છે. મતલબ કે કાયદાશાસન પાલનની મર્યાદા રહી નથી. આ પ્રશ્ન ગુજરાત વિધાન સભામાં ચર્ચામાં રહ્યો . હજુ જુલાણી નથી. હવે પરિસ્થિતી બદલાણી પરિવર્તન સને ૨૦૧૭થી બદલાણી પરંતુ તેનો ખ્યાલ આજદીન સુધી કોઇને આવેલ નથી.

ઉદાહરણ રૂપે પાલીકાનો વહીવટ લોકચર્ચાીત છે.  અહી તો પાલીકાની જવાબદાર કાર્યરત બની હોય તે ચિત્ર છે. એક સમયે હોટલમાંથી પાલીકામાં એવુ શાસન હતુ કે  પર્સનલ હોટલમાંથી કે ઘરેથી મંગાવી ચા-કોફી પી શકતો ન હતો. નગરસેવકો પણ નગરપાલીકાના માટલાનુ પાણી પીતા નહી  આજે તેનાથી ઉલ્ટી ગંગા છે.

વિદાય લિધેલ ઈસુખ્રિસ્ત અંગ્રેજી વર્ષ સને ૨૦૧૯માં   પોરબંદરની પ્રવાસની યાત્રામાાં આર્થીક કરોડ રજ્જુ ગજાની આર્થીક આવક - જળવહેવાર - ફીશીંગ ઉદ્યોગ તેમજ માલ પરિવહન કારણે ૧૯૮૬ પછી પરિવારનું બંદર દિનપ્રતિદીન આર્થીક આવકની દ્રષ્ટિએ  મૃતપ્રાય મત્સ્ય ઉદ્યોગ તેમજ વ્યાપારી કારણો જળવહેવારોથી માલ મંગાવવાની  સમૃધ્ધી રહી  નથી. મત્સ્ય ઉદ્યોગ દિનપ્રતિદીન ઘસાતો જાય છે. આ વ્યવસ્થાને સાથે સંકળાયેલ વર્ગ અનેક સમસ્યાથી પીડીત છે. અને પીડાતો જાય છે. તેમાય સરકારની હુંફ નથી.  આશ્વાસન  છે. બંદરમાં ડ્રેનીંગ થતુ નથી. તેવી ફરીયાદો છે.

કથિત હકિકતો પ્રમાણે ધારાસભ્ય જે પોતાના ગુજરાત સરકારમાં બંદરીય - મત્સ્ય ઉદ્યોગના પદના કાર્યકાળ હતા. તે દરમ્યાન તર્કબધ્ધધ રજુઆત આયોજન  કરેલ. બીજીબાજુ  માછીમાર સાગરખેડુ હોવા છતા ધોવાણ કરી શકતા નથી. સંગઠન શકિત સંપુર્ણ અભાવ ત્યારે વિશ્વાસનું વાતાવરણ ઉભુ કરવામાં ઘણી નબળાઇ છુપાયેલ છે. મોભીઓ હજુ દુર છે. પરંતુ આ રજુઆત અ્ત્યાર પડે છે. કારણ કે પ્રત્યુતર આવ્યા પછી આગળ કેમ વધવુ તેની કોઠાસુઝનો અભાવ છે. તેની ચર્ચા છે.

વ્યાપારની વિકાસની ઘણી વાતો કરી  આશ્વાસન પણ આપેલ.  તે પછી વર્તમાન  સ્થિતી રાજનિતી  ભરેલી ચાલ ચાલી છે. તે અનુભવવા વિચારણા માંગી છે.

કુછડીમાં બીજુ મત્સ્ય ઉદ્યોગ બંદર બનાવવાના ચક્રગતિમાન કરેલ છે. અલગ રંદરની વાતો કરી છે. ભારતભરમાં પોરબંદરનું બંદર વહાણવટાની દ્રષ્ટિએ  માધ્યમ ધુંધળુ હોવા છતા સર્વશ્રેષ્ઠ ગણાય છે. દેશ વિદેશના જલ વહેવારના ધંધાર્થીઓ, વહાણવટીઓ સ્ટીમરના પાયલોટો, કેપ્ટનને જો પોરબંદર સ્ટીમર લઇ આવવાનુ કહે છે. તો અત્યંત  રાજી થાય છે. ભૌગોલીક દ્રષ્ટિએ બર્થીંગ વ્યવસ્થા કોઇપણ જાતના અડચણ વગરની સીધી છે.

જુદી જુદી શહેરની વચમા જ આરબ સમીરાન મજુર લઇને આવતા ધંધાર્થી આરબો પોતાના બગલા(વહાણ) લઇ આવતા અને અહીથી માલ ભરીને લઇ જતા 'સ્વ શેઠશ્રી દામોદર અમીચંદ ,સ્વ.શેઠશ્રી ભુરાલાલ ભુદરજી કોઠારી, સ્વ.શા. ગીરધર હેમરાજ , સ્વ. લક્ષ્મીદાસ ભાભાદલાલ વિગેરેમાં આડત હતી. ' સાથોસાથ મહાસાગર વીમા કુા. જે સાગર ખેડુઓ દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણ મરીન ઈન્સ્યુરન્સ હોરીચકતા નાજીવાલા ગ્રુપ , ભાભા મરીન ઈન્સ્યુરન્સ પ્રા.લી. વિગેરે ખાનગી વિમા કુા. કાર્યરત હતી. રાષ્ટ્રીય કરણ છતા આ તેમણે સમાવેશ ન્યુ ઈન્ડીયા ઈન્સ્યુરન્સ કા. થઇ ગયેલ છે.

જુદી જુદી બંદર પર એકસો વરસ ઉપરાત જ્યારે પોરબંદરમાં ટ્રેનનું આગમન થયુ ત્યારે પ્રથમ રેલ્વે  સ્ટેશન સાકાર થયેલ હાર્બર-ડાક ટ્રેન માલ પરિવહન થી જોડાયેલ છે. પોરંબદરની  આર્થીક કરોડરજજ્ુ રહેલ.  આજપણ પોરબંદરના બંદર પર થી જો સરકાર મક્કમતા પુર્વક રાજકિય દાવપેચ દુર રાખે છે.સને ૧૯૭૮માં સુભાષનગર બારમાસી જેટીબંદર સાકાર થયેલ ત્યારથી પોરબંદરને ડાર્કટ્રેન યાને  હાર્બરટ્રેનની સાથોસાથ મળેલ એટલે કે જુમા અને નવા બારમાસી જુદી બંદર માલ પરિવહણ માટે રેલ્વે માથી ભારતના કોઇપણ ખુણામાંથી  માલ આવક- જાવક પરિવહનની સુવિધાથી રેલ્વેની પણ સારી કમાણી મળતી.  જુના  બારમાસી બંધ આસી. સ્ટેશના (આસી. સ્ટેશન માસ્તર) પેસેન્જરને સુવિધા સાથે  ડાર્ક સ્ટેશન કાર્યરત હતુ.  સ્વતંત્ર વહીવટમાં હતુ.  અમુક વિસ્તારના ટ્રેક પરના પાટા લોકો ઉખાડી લોકો વહેચી નાખેલ છે. જે બંદરહારીનુ કારણ હાલ પુનઃ જુના અને નવા બંદર પર બ્રોડગ્રેજ કામગીરીનું  કાર્ય હાથ ધરાયેલ છે.  ગતિમાં આવેલ છે. તેમા વિઘ્ન ઉભુ કરવા પ્રયાસ થઇ રહ્યા છે.

મહત્વની ભૌગોલીક દ્રષ્ટિએ  કુછડી એક માત્ર દરિયા કિનારો છે. ત્યાં અન્ય કોઇ પણ જાતના પ્રકારની સુવિધા છે જ નહી . અરબીસમુદ્ર  બુરવો પડે તો પણ સફળતા માટે વિચારવુ પડે

પોરબંદરની સમસ્ત ખારવા સમાજ  - પોરબંદર પ્રજાજનો જુના બંદરમાં ભાયલાવાડીથી ઓળવાની જગ્યામાંથી ચારથી પાંચ  હજાર કરતા વધુ સમાય શકે તેમ હોય તે વિચારવા માંગણી કરી છે.  તુે ભૌગોલીક દ્રષ્ટિએ અત્યંત વ્યાજબી  ટુકા ખરબચત છે. જ્યારે શ્રમીકોને પણ સહેલાઇથી  રોજીરોટી મળી શકે તેમ છે. 

સ્વ. શ્રી માલદેવજી ભાઇ આડેદ્રા પોરબંદરના વકાસ માટે ચિંતા દર્શાવી  પોતાના  શકિતનો  પરિચય કરાવી દીધો છે.

બરડાડુંગરની ગોદમાં આવેલ બિલેશ્વર મંદિર પાછળ ફોદારા જળાશય સાકાર કરાવ્યુ. હાઇ-વે-રોડ નજીક  નદીમાં  પંમ્પીંગ સ્ટેશન ઉભુ કરી પાછળના ભાગ રૂપે આવેલ કાયાણા ગામના પાદરામાંથી પસાર થતી મિણસાર નદી તટમાં બોર્ડરીંગ કરવાથી  પોરબંદરને પાણીની મુશ્કેલી નડે નહી તે રીતે બોરીંગ કરાવી  પાણી  સપરવામાં શરુ  ન કરાવી. પોરબંદરના દશાશ્રીમાળી વણીક જૈન.સ્વ. શેઠ શ્રી લાલદાસ જમનાદાસ બોડા સાથે સંબંધો વિકસાવી ઘર આંગણે  રાણાવાવના  સરવે નંબરમાં જમીન મેળવી  ફીટટાઇટસ નટસ   બોલ્ટસ  ઉદ્યોગ   ઉદ્યોગનગરમાં લઘુ ઉદ્યોગ , પોરબંદર  અમદાવાદ  હાઇ-વે રોડ ઉદ્યોગ કાર્યરત કરાવેલ છે. જે જાપાનના  સહયોગથી  યુનિયન બોટલ બેરીંગ ઉદ્યોગ  કાર્યરત   કારવેલ છે. જે રાણાવાવના દશા સોરઠીયા વણીક  હકુભાઇ શેઠ  દ્વારા કાર્યરત કરાવેલ.  પોરબંદર બારમાસી  બંદર સુભધાષનગરનો  વિકાસ કરાવ્યો , નાના ઉદ્યોગના એકમોને રાહત અપાવી   રાવલથી મીયાણી ખાડામાં સાત નદીના પાણી ખાડામાં લાવી ાડીનુ  કાર્ય હાથ ધર્યુ હતુ.

વર્તમાન સ્થિતીએ ભાજપ સરકારમાં  માત્ર વિકાસની વાતો કરી પરંતુ  વિકાસ કયા કર્યો?   જે ઉદ્યોગ હતો તે બંધ થયા અને વિવાદમાં સંપડાયેલ  કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય     અર્જનભાઇએ   વિકાસ કાર્યોમાં ગતિ આવી હતી.   પોરબંદર મીશન સીટી  જાહેર કરાવેલ. રેલ્વે સ્ટેશનનો વિકાસ નવી ટ્રેનો લાવવામાં પણ સરકાર ભાજપ ભાજપ સાંસદ ગોરધનભાઇ  તથા એક  ટર્મ કોંગ્રેસમાં રહેલ  સ્વ. વિઠ્લભાઇ  રાદડીયાએ સાથે રહીને ચાલુ વિકાસ કાર્યોમાં સહકાર આપેલ.  બે વાર  ચુંટાયેલ સાંસદશ્રી હરિભાઇ પોરબંદરના વિકાસકર્યોમાં  નોંધનીય કામગીરી થઇ નહી.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી એ પોરબંદરના બંદરના વિકાસમાં રસ ધરાવે છે. વારંવાર રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીજીને યાદ કરી તેમજ ભકત સુદામાને યાદ કરી વિકાસની વાતો વહેતી કરીછ ે.  પરંતુ હજુ સુધી  પોરબંદરના વિકાસમાં રસપુર્વક કાર્યહાથ  પર લીધેલ નથી. પૂર્વ મુખ્યમંત્રી શ્રી ભારતના વડાપ્રધાનશ્રીએ  પોરબંદરને પણ ઉદ્યોગ મળશે. કાર્યરત થશે. તેવી જાહેરાત  કરેલ તે પૂર્વ સંકળાયેલા ઉદ્યોગોનું ખાતમુર્હુત  થયેલ નથી.  બંદરને ગુજરાતનું ફ્રી પોર્ટ  બંદર તરીકે  જાહેર કરેલ અને  જે તે સમયે  માનનીય  શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદ પર રહેલ. - પોરબંદર પર જાહેરાત કરી કે પોરબંદર નું બંદર ગુજરાત સરકારનું ફ્રી પોર્ટ જાહેર થયેલ નથી.  માત્ર હવામાં જ તરંગો ગુંજે છે.  કયારે સરકાર જાહેર કરશે.

(11:30 am IST)