Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ધોરાજી સ્વામિનારાયણ મંદિરે દ્વારા શાકોલત્સવ

ધોરાજીઃ ધોરાજીના જુના પ્રસાદીના સ્થાન ગણાતા સ્વામિનારાયણ મંદિર દ્વારા જામકંડોરણા રોડ ખાતે વગડીયાની વાડી ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો જેમાં સંતોના આશીર્વાદ સાથે ૫ હજાર હરી ભકતો એ મહા પ્રસાદનો લાભ લીધો હતો. મનસુખભાઇ વગડીયાની વાડી ખાતે ભવ્ય સાકોત્સવ યોજાયો હતો. પૂજય શાસ્ત્રી પુરાણી મોહનપ્રસાદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ એ ૬૦ મણ રીંગણા માંથી શાક બનાવેલ જે મહિમા સમજાવેલ અનેએ સમય થી સાકોત્સવનું મહત્ત્વ છે અને ધોરાજી સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષે   સાકોત્સવનો પ્રસંગ યોજાય છેે. પૂજય મોહનપ્રસાદ સ્વામી પૂજય કોઠારી ભકિતપ્રસાદ સ્વામી પૂજય બાલકૃષ્ણસ્વામી ધોરાજી તેમજ ઉપલેટા થી પધારેલા ધરમાનંદન સ્વામી વિગેરે સંતો દ્વારા ધર્મસભામાં સાકોત્સવનો મહિમા સાથે આશ્રીવાદ પાઠવેલ આ પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ જિલ્લા ભાજપ મહામંત્રી ઓબીસી કિશોરભાઈ રાઠોડ યુવા મોરચાના મંત્રી પરેશભાઈ વાગડીયા તેમજ ઉદ્યોગપતી કિશોરભાઈ માવાણી ભુપતભાઇ ભાયાણી મનસુખભાઇ વાગડીયા રમેશભાઈ વાગડીયા કૌશિકભાઈ વાગડીયા ભરતભાઇ બગડા નયનભાઈ કુહાડીયા રાજુભાઇ એરડા હિતેશભાઈ રાઠોડ વિગેરેનું સ્વામીનારાયણ મંદિર દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. સાકોત્સવમાં ૫ હજાર થી વધુ હરિભકતો એ દિવ્ય લાભ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્વામિનારાયણ મંદિરના ભાઈ બહેનો હરિભકતો એ જહેમત ઉઠાવેલ હતી.(૨૨.૨)

(3:08 pm IST)