Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

રાજકોટ ગ્રામ્ય જીલ્લાની સ્થાનિક ગુન્હા શોધક શાખાનું મુખ્યમંત્રી હસ્તે લોકાર્પણ

ગોંડલ તાલુકાના ભરૂડી ગામના બસસ્ટેશન સામે હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એશોસિએશનના સૌજન્યથી સ્થાનિક ગુન્હા શોધક શાખા (એલ.સી.બી.) ફીલ્ડ યુનિટ કચેરી રાજકોટ ગ્રામ્ય નાઓની કચેરીના બીલ્ડીંગનું ઉદદ્યાટન સમારોહ  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવેલ જેમા રીબીન કાપી તખ્તીનું અનાવરણ કરેલ અને કચેરીના તમામ રૂમની મુલાકાત લઇ એલ.સી.બી. કચેરીની વિઝીટ બુકમા તમામ પોલીસ સ્ટાફને શુભેચ્છા પાઠવી કાયદાનું શાસન કાયમ જળવાઇ રહે તેમજ નાના માણસોને સદાય ન્યાય મળતો રહે તેવી આશા વ્યકત કરેલ છે. એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ના સ્ટાફ સાથે ગૃપ ફોટોગ્રાફી કર્યા બાદ હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એશોસિએશન તરફથી કરવામાં આવેલ આયોજનના સભાસ્થળે વિવિધ એશોસિએશન દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવેલ. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પોતાના પ્રવચનમાં એલ.સી.બી. કચેરીનો સ્ટાફ સરળતાથી બનાવ બન્યા બાદ તુરંતજ પહોંચી જાય તે માટે રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા આવી કચેરી બનાવવા બદલ પ્રસંશનીય કામ કરવા બદલ બિરદાવેલ તથા રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ ગ્રામ્ય પોલીસે એક સારો અભિગમ બતાવેલ હોવાનું જણાવેલ તેમજ હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એશોસિએશન દ્વારા રજુ કરેલ મુશ્કેલીઓનું તાત્કાલીક નિવારણ કરવાની ખાત્રી આપેલ.(તસ્વીરઃ કમલેશ વસાણી-શાપર, વેરાવળ)(૨૨.૫)

(11:55 am IST)