Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

તળાજા યાર્ડના ચૂંટણી પરિણામને મહિનો થવા છતાંય ગેજેટ પ્રસિદ્ઘ ન થયું

તળાજા, તા.૯: તળાજા માર્કેટીંગયાર્ડ ના ચૂંટણી જંગના પરિણામને એક મહિનો થઈ ગયો છે. એક મહિનામાં ગેજેટ પ્રસિદ્ઘ થઈ જવું જોઈએ. નવા ચૂંટાયેલ સભ્યોના નામો પ્રસિદ્ઘ થયા બાદ જ પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી થતી હોય છે. પણ કોંગ્રેસ સતા કબ્જે કરવા માટે સક્ષમ બની હોય આથી સતા ભાજપ પાસે જ રહે તે માટે ગેજેટ પ્રસિદ્ઘ ન કરીને ભાજપ રાજકીય દાવ ખેલી રહ્યાની વાત જાણકારોમાં બળવત્તર બની છે.

તળાજા માર્કેટીંગ યાર્ડમાં સતા કબ્જે કરવા ભાજપ અને કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યૂ હતું. જેમાં બહુમતી કોંગ્રેસે લોક ચૂકાદાના ફળ સ્વરૂપે મેળવી.  કોંગ્રેસને બે બેઠકો વધુ મળી હોય ભાજપને બે સરકારી અને એક પાલિકાના પ્રતિનિધિ મળી ત્રણ મત મળવાની આશા હોય સતા સ્થાન મેળવવા માટે દાવ પેચ ખેલાઈ રહ્યા છે.

પરંતુ કાયદાની જોગવાઈ મુજબ ચૂંટણી માં વિજેતા સભ્યો ના નામ નિયામક દ્વારા ગેજેટ માં સમાવાય અને પ્રસિદ્ઘ થાય પછીજ પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ શકે. એક મહિના માં ગેજેટ પ્રસિદ્ઘ થઈ જવું જોઈ એ પરંતુ એક મહિના થી વધુ સમય થવા છતાંય હજુ ગેજેટ પ્રિસિદ્ઘ ન થતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. જેમાં ભાજપ રાજયમાં સતા સ્થાને હોય તેનો લાભ ઉઠાવવા માઆવી રહ્યો છે કારણકે ભાજપ યાર્ડ ની સતા જવા દેવા નથી માગતું આથી ગેજેટ માં વિલંબ થઈ રહ્યો હોવાનો તર્ક છે. એવું પણ માનવામાં આવે છે કે ગેજેટ પ્રસિદ્ઘ કરવાની કાર્યવાહી માં અધિકારીઓ પણ વિલંબ કરી રહ્યા છે. એ ઉપરાંત ડી .આર કચેરી દ્વારા નિયામક કચેરીમાં ફોલોઅપ લેવું જોઈએ તે ન લેવામાં આવેલ હોય ગેજેટ પ્રસિદ્ઘ કરવામાં વિલંબ માનવામાં આવે છે.

ભાજપ રાજયમાં સતા સ્થાને હોય અહીં ની સતા મેળવવા માટે લાભ ઉઠાવવા માં આવી રહ્યા ની વાત વિલંબ ના કારણે વધુ બળવત્તર બનતી જાય છે.(૨૩.૩)

(11:53 am IST)