Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ગોળીથી ઘાયલ થયેલા કચ્છ કોંગ્રેસના યુવા નેતા મહેશ આહિરે ફેસબુક પર કહ્યું-'હું બરાબર છું'

વ્યાવસાય સંબંધીત માથાકુટ કારણભુત હોવાની ચર્ચાઃ આજે હોસ્પિટલમાંથી રજા અપાયે પોલીસ નિવેદન નોંધશે

ભુજ તા. ૯:મોડે મોડે પ્રકાશમા આવેલા કચ્છ રાજકીય યુવા નેતા પોતાની જ પરવાનાવાળી રિવોલ્વરથી છોડેલી ગોળીથી ઘાયલ થતાં ચકચાર જાગી છે. આ બહુચર્ચીત કેસમાં હવે નવો વળાંક આવી શકે છે. ગત તારીખ ૪ના અંજાર સ્થિત પોતાની ઓફીસમાં જાતે પોતાની ઉપર ફાયરીંગ કરી આત્મહત્યાનો પ્રયાસ કરનાર કચ્છના કોંગી નેતા મહેશ આહીરે  ફેસબુક પર એક પોસ્ટ મુકી છે. જેમાં તેમણે પોતાના શુભેચ્છકોને પોતે સ્વસ્થ હોવાનો સંદેશો આપવા સાથે કાલે પરત ફરી રહ્યાની નોંધી કરી છે. હવે અંજાર પોલિસ આ સમગ્ર મામલે તેનું નિવેદન નોંધશે એ પછી સાચુ કારણ બહાર આવે તેવી શકયતા છે.

 પોલિસે પ્રાથમીક તપાસમાં કહ્યું હતંુ કે મહેશ આહિરે પોતાની લાઇસન્સ વાળી રિવોલ્વરથી આપધાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના કારણો સહિત ગુન્હો મોડો જાહેર કરવા અંગે કઇ સ્પષ્ટતા હજુ સુધી થઇ શકી નથી. જો કે હવે કાલે મહેશ આહીરની પૂછપરછ બાદ આ આપધાતનો પ્રયાસ  છેઙ્ગ કે પછી આકસ્મીક રીતે તેની ગનમાંથી ફાયરીંગ થયુ તે સ્પષ્ટ થઇ જશે.ઙ્ગ આજે પોતાનું ફેસબુક પેજ અપડેટ કરતા મહેશ આહીરે હું બરાબર છું એવી મુકેલી પોસ્ટના જવાબમાં તેના શુભેચ્છકોએ તેને ગેટ વેલ સુનની શુભેચ્છાઓ પાઠવી હતી. હવે જયારે તેણે પોતે જ ૮ તારીખે મોડી રાત્રે ફેસબુક પર એક પોસ્ટ કરીને તેમા તે સંપુર્ણ સ્વસ્થ હોવાનુ જણાવી કાલે પરત આવુ છુ તેવો સંદેશો પણ સાથો સાથ સોસિયલ મીડીયા મારફત આપ્યો છે ત્યારે પોલીસ તેને રજા અપાય તેની રાહ જોઇ રહી છે.

 તબીયત સ્વસ્થ હશે તો પોલીસ ઘટનાના કારણો અંગે તેનું નિવેદન નોંધવાની કાર્યવાહી કરશે. અંજાર શહેરમાં આ બનાવને પગલે વહેતા થયેલા બિનઆધારભૂત તર્ક વિતર્કોને માનીએ તો વ્યવસાય સંબધિત માથાકૂટના કારણે મહેશ આહીરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય શકે છે? તે સમયે ઓફિસમાં મહેશ આહીર સાથે કોણ કોણ હતું? એ હકીકત હજી બહાર આવી નથી. જોકે, આત્મહત્યાના બનાવ પાછળ ની સત્ય હકીકત તો પોલીસની પૂછપરછ અને તપાસ બાદ જ બહાર આવશે. (૧૪.૭)

(11:49 am IST)