Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ઉનાના સૈયદ રાજપરામાં બોગસ ડોકટર ઝડપાયો

ઉના તા.૯: તાલુકાના સૈયદ રાજપરા ગામે આરોગ્ય વિભાગની કોઇપણ પ્રકારની ડિગ્રી વગર અને મેડીકલ રજીસ્ટ્રેશન એકટના નિયમનો ભંગ કરી છેલ્લા ઘણા વર્ષોથી એલોપેથીક દવા અને મેડીકલ સાધનો સાથે કલીનિક ચલાવતા બોગસ ડોકટરને મેડીકલની ટીમ સાથે રાખી નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી મંભરા તથા જમાદાર એસ.વી. સોલંકી એ દરોડો પાડીને મનવ જીંદગી સાથે ખીલવાડ કરતા અને બોગસ ડોકટરને પકડી પાડેલ છે.

 

ડિગ્રી ન હોવા છતાં મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટર મૂળ વંથલીના ગફાર ઇબ્રાહીમ જેઠવા નામના શખ્સ પોતાને ડોકટર ગણાવી પ્રેકટીસ કરતો હોય તેને સૈયદ રાજપરા ગામેથી મેડીકલ લગતા ચીજવસ્તુ કિંમત રૂ. ૧૨૦૭૫/- ના મુદ્દામાલ સાથે નવાબંદર મરીન પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. અને વધુ તપાસ હાથ ધરી છે.(૧.૮)

(11:48 am IST)