Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ઉપલેટા નગરપતિ ચંદ્રવાડીયાની રોડ રસ્તા સફાઇ પીવાના પાણી અને સ્ટ્રીટ લાઇટ સહીતની બાબતે પ્રેરક કામગીરી

દુષ્કાળના સમયમાં પણ પીવાના પાણી માટેની વ્યવસ્થા સૌરાષ્ટ્રભરમાં પ્રથમ નંબરે

ઉપલેટા તા.૯: ચૂંટણી પુરી થાય પછી પાંચ પણ વર્ષ સુધી નાના મોટા ચુટાયેલા કોઇ પ્રતિનીધી લોકો પાસે ડોકાતા નથી આવી ફરિયાદ લોકોમાં જોવા મળે છે પણ ઉપલેટા શહેર માટે તેનાથી ઉલ્ટુ છે અહિંના લોકપ્રિય કાર્યદક્ષ અને ખુબજ જાગૃત એવા સાચા પ્રજાના પ્રતિનીધી એવા નગરપતી દાનભાઇ ચંદ્રવાડીયા રોડ રસ્તા સફાઇ કે પીવાના પાણી સહીતના મહત્વના પ્રશ્ને તેમની જાગૃતિ અને કાર્યપધ્ધતી દાદ માગી લ્યે તેવા કાબીલેદાદ છે શહેરમાં રોડ રસ્તાનું કામ ચાલુ હોય કે સફાઇનું કામ ચાલુ હોય ત્યારે સતત જે તે જગ્યાએ તેમની હાજરી અને માર્ગદર્શન અવશ્ય હોય છે આમેય સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાના પાણી સફાઇ અને રોડ રસ્તા પ્રશ્ને ઉપલેટા અવ્વલ નંબરે આવે છે.

હાલમાં ઓછા વરસાદને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં દુષ્કાળનું વાતાવરણ છે પીવાના પાણી કેટલાક ગામો અને શહેરોમાં દશ કે પંદર દિવસે મળે છે ત્યારે આવા દુષ્કાળના સમયમાં પણ ઉપલેટામાં દર ત્રીજા દિવસે ફુલ ફોર્સથી રેગ્યુલર લોકોની જરૂરીયાત મુજબ પાણી મળે છે પ્રમુખના આવા પેરણાદાયી કાર્યમાં ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા સહીત સાથી સદસ્યો અને નગરપાલીકાના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ સહયોગ મળે છે જે રાજયભરની અન્ય નગરપાલીકાઓ માટે પ્રેરણારૂપ છે.(૧૭.૩)

(11:44 am IST)