Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર યથાવતઃ ૯ થી ૧૩ ડીગ્રી સાથે કોલ્ડ વેવ

જુનાગઢ ગીરનાર પર્વત ૪.૯ ડીગ્રીઃ જામનગર ૧૦ અને રાજકોટ-સુરેન્દ્રનગરમાં ૧૪ તથા દ્વારકામાં ૧૭ ડીગ્રી સુધી નીચુ તાપમાનઃ ઠંડા પવનો ફુંકાયા

રાજકોટ, તા., ૯: છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે આજે પણ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ૯ થી ૧૩ ડીગ્રી જેટલું ઠંડીનું પ્રમાણ નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડી જુનાગઢ ગિરનાર પર્વત ઉપર નોંધાઇ હતી. સૌરાષ્ટ્રમાં વિવિધ શહેરોમાં નોંધાયેલ ઠંડીના અહેવાલોનું સંકલન આ મુજબ છે.

જુનાગઢમાં ગિરનાર પર્વત પર ૪.૬ ડીગ્રી ઠંડી

જુનાગઢઃ જુનાગઢમાં કોલ્ડ વેવ યથાવત રહેલ છે. ગિરનાર પર્વત પર ૪.૬ ડીગ્રી ઠંડી રહી છે.

ગઇકાલે જુનાગઢ ખાતેનું લઘુતમ તાપમાન ૯ ડીગ્રી નોંધાયા બાદ આજે બીજા દિવસે પણ ૯.૬ ડીગ્રી ઠંડી રહેતા જનજીવનને અસર થઇ છે.

અહિં ગીરનાર પર્વત ખાતે સવારનું લઘુતમ તાપમાન ૪.૬ ડીગ્રી રહેતા કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.

સતત બીજા દિવસે પણ ઠંડીની સાથે ભેજનું પ્રમાણ ૬૦ ટકા રહેતા વાતાવરણ ઠંડુગાર રહયું છે. સવારે ૪ કી.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા જનજીવનને અસર થઇ હતી.

જયારે જામનગરમાં ૧૦ ડીગ્રી ઠંડી નોંધાયેલ. રાજકોટમાં ૧૪.ર ડીગરી, ભાવનગરમાં ૧૪ ડીગ્રી, પોરબંદરમાં ૧૪ ડીગ્રી, વેરાવળમાં ૧પ ડીગ્રી, દ્વારકામાં ૧૭.૮ ડીગ્રી, ઓખામાં ર૦.૬ ડીગ્રી, નલીયામાં ૧૦.૪ ડીગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૪.૮ ડીગ્રી, અમરેલી ૧પ.૮ ડીગ્રી, ગાંધીનગર ૧ર.૪ ડીગ્રી, મહુવામાં ૧૧ ડીગ્રી, દિવમાં ૧પ.૪ ડીગ્રી, અમદાવાદમાં ૧૩.૬ ડીગ્રી, ડીસામાં ૧૧ ડીગ્રી અને વડોદરામાં ૧૩ ડીગ્રી તથા સુરતમાં ૧૬.ર ડીગ્રી એ  મુજબ  ઠંડીનું પ્રમાણ હવામાન વિભાગે નોંધ્યું હતું. (૪.૨)

 

(11:41 am IST)