Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

સાયલા-ચુડા પંથકમાં બે આંચકા આવ્યા

ઝાલાવાડમાં એક મહિનામાં ચોથીવાર ધરા ધ્રુજી : ભૂકંપના લીધે ભયનો માહોલ

 વઢવાણ તા. ૯ : નવા વર્ષના પહેલા દિવસે જ સુરેન્દ્રનગરની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. કાલેસવારથી બપોર સુધીમાં છ આંચકા નોંધાતા લોકોને ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ગોઝારા ભૂકંપની યાદ તાજી કરાઈ હતી.

સાયલા અને ચૂડા તાલુકામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા છે જેને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકો એટલા માટે ચિંતિત છે કારણ કે છેલ્લા ઘણાં સમયથી સુરેન્દ્રનગર જીલ્લામાઙ્ગ નાના આંચકાઓ આવી રહ્યા હતા ત્યારે ગઈ કાલેઙ્ગ બપોરના સમય દરમિયાન નથપુર ૨.૨ અને કોરડા પાસે પાસેઙ્ગ તીવ્રતાના આંચકાથી સાયલા અને ચૂડા તાલુકાઓ ધ્રુજી ઉઠ્યા હતા.

મહત્વનું છે કે, છેલ્લા પંદર દિવસથી સુરેન્દ્રનગર જીલ્લામાં હળવા ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ત્યારે આજે ગણતરીના કલાકો દરમિયાન ભૂકંપના પાંચ આંચકા આવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. લોકો આશા સેવી રહ્યા છે કે, નાના આંચકાના પગલે આજે મોટા છ આંચકા આવવાની સાથે કદાચ કોઈ મોટો સંકેત પણ તેમાં હોઈ શકે છે.

ઈન્ડોનેશીયાના દરિયામાં આવેલા ભૂકંપ અને સુનામી બાદ ફરી ધરતીના પેટાળમાં ગતીવીધીઓ શરૂ થઇ હોવાના કારણે ભૂકંપના આંચકા આવી રહ્યા હોવાનું પણ તજજ્ઞો માની રહ્યા છે. આ ભૂકંપનું એપિસેન્ટર સુરેન્દ્રનગર જીલ્લાના તાલુકાઓઙ્ગ હોવાનું જાણવા મળ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લો છેલ્લા કેટલાક સમયથી ભૂકંપનું કેન્દ્રઙ્ગબિન્દુબની રહ્યો છે. ન્યુ યરની શરૂઆતમાં જ રાજયમાં ભૂકંપના ૭ આચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં ૬ આચકા અનુભવાયા હતા ત્યારે ગઈ કાલે ચુડા અને સાયલા તાલુકામાં ફરી નાની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ના જીવ તાળવે ચોંટી ગયા હતા.(૨૧.૯)

 

(11:28 am IST)