Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

પોરબંદરમાં સોનાના દાગીનામાં કેરેટની અટપટી ગણતરીમાં છેતરાતા ગ્રાહકો

ચોક્કસ કેરેટના દાગીના ખરીદયા પછી વેચાણ વખતે કેરેટમાં ફેર આવતાની ફરિયાદો

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૮ : ચોક્કસ કેરેટના સોનાના દાગીના ખરીદ કર્યા પછી આ દાગીનાનું વેચાણ કરતી વખતે જે તે કેરેટમાં મોટાભાગના કિસ્‍સામાં ફેર આવતો હોવાની અને ગ્રાહકોને પોતે છેતરાયાનો અનુભવ થતા હોવાની ફરીયાદો વધી છે.

ગ્રાહક જયારે રર કેરેટના સોના દાગીના ખરીદ કરે ત્‍યારે મજુરી અલગ ચુકવે છે. સોનાના દાગીનાની ખરીદીમાં હોલમાર્કની ખાતરી મળ્‍યા છતા કહેવાય છે કે કેટલીકવાર કરામત થાય છે. રર કેરેટના સોનાના દાગીના ગ્રાહક ખુદ જોઇને વિશ્વાસે ખરીદ કરે છે. ત્‍યાર બાદ હકીકતમાં રર કેરેટના શુધ્‍ધ સોનાના દાગીના નીકળતા નથી. ૧૭ કે ૧૮ કેરેટ સોનુ નીકળે છે. ઉપરાંત વેપારીઓની સીન્‍ડીકેટને લીધે ગ્રાહકોને વધુ મજુરી ચુકવવી પડે છે. હાલ ૧ ગ્રામ સોના ઉપર અંદાજે રૂા. ૮૦૦ લેવાય છે. સોનાના દાગીના ખરીદી વખતે કેરેટ અને અન્‍ય ધાતુ મિશ્રણની ગણતરી ગ્રાહકો પુરતુ સમજી શકતા નથી. બીજી બાજુ સોનાના દાગીના ઘડતરમાં નાના કારીગરોને પુરતુ વળતર મળતુ નથી અને સોનાના દાગીનાના વેચાણમાં શોરૂમવાળા મલાઇ લઇ જતાનું કહેવાય છે.

સોનાના ભાવ ફેર થતા રહે છે.  પરંતુ ગ્રાહકોને ૨૨ કેરેટનો ભાવ અપાતો નથી. જેની તપાસ થતી નથી. જયારે ૧૯૭૦માં સુવર્ણધારો આવ્‍યો ત્‍યારે આ સુવર્ણધારો વેપારીઓને આકરો લાગતો હતો. પરંતુ જાણકારોના જણાવ્‍યા મુજબ ૧૯૭૦નો સુવર્ણધારો નાગરીકો માટે રાહતરૂપ હતો.

આ સુવર્ણધારા મુજબ જેટલુ સોનુ સરકારમાં જમા કરવામાં આવે  તેટલી રકમના બોન્‍ડ અપાતા હતા. પરંતુ સમય જતા કેટલીક મુશ્‍કેલી આવવા લાગી હતી અને કહેવાય છે કે સુવર્ણધારા સમય જતા ભુલાવા લાગ્‍યો છે.  તે સમયે જેટલા ટચનું સોનુ તે મુજબ ભાવ જળવાય રહેતા હતા. ત્‍યાર પછી સોનાના દાગીનામાં હોલમાર્ક લાગુ થયું પરંતુ નિયમ અભેરાઇએ ેમુકાઇ ગયો. ‘હોલ માર્ક' મુજબ સોનાના દાગીનાના વેચોણ વખતે  ભાવમાં ગ્રાહકોને સંતોષ થતો નથી.

(2:52 pm IST)