Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

વંથલી ઓઝત વિયર ડેમમાંથી સિંચાઇનું પાણી ન છોડવા માંગ

જૂનાગઢ  તા.૮ : નાયબ કાર્યપાલક ઇજનેર સીંચાઇ યોજના પેટા વિભાગ નં. ૭/૩ દ્વારા વંથલી ઓઝત વિયર ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરેલ છે. તે નિર્ણયનો ખેડૂતોના હિતમાં સખત વિરોધ કરવામાં આવે છે.

વંથલી ઓઝત વિયર ડેમ નાનો એવો ડેમ છે. તે ડેમમાંથી પાણી છોડવામાં આવ્‍યું તો ડેમથી માત્ર દસ કિ.મિ. સુધી પાણી પહોંચે ત્‍યાંજ રેલાય જશે. જેના કારણે તે પાણીથી ન તો ઘેડ પંથકના ખેડૂતોને કે વિગેરે નિચાણવાળા વિસ્‍તારોને કોઇજ ફાયદો થવાનો નથી. ડેમથી વંથલી પંથકના માણાવદર તાલુકાના ગામોને હાલ ફાયદો થઇ રહ્યો છે. તે ફાયદો પણ ડેમ ખાલી થઇ જવાથી તેમને પણ નહીં મળે. જેથી તે વંથલી ઓઝત

વિયર ડેમમાંથી સિંચાઇ વિભાગનું પાણી છોડવાનો નિર્ણય અટકાવવા જિલ્લા કોંગ્રેસ સમિતિએ રજૂઆત કરી છે.

(2:25 pm IST)