Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

પ્રભાસ પાટણમાં જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

પ્રાથમિક અને માધ્‍યમિક વિભાગમાંથી બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કરી ૬૦ જેટલી કળતિઓ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૮: જિલ્લા શિક્ષણ તાલિમ ભવન ગીર સોમનાથ દ્વારા ‘જિલ્લા વિજ્ઞા- ગણિત અને પર્યાવરણ-૨૦૨૩'નું જિલ્લા કક્ષાનું આયોજન તા.૪,૫ અને ૬ દરમિયાન શ્રી ધર્મભક્‍તિ લોક વિજ્ઞાન કેન્‍દ્ર, શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ પ્રભાસપાટણ ખાતે યોજવામાં આવ્‍યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકાઓના પ્રાથમિક વિભાગમાંથી ૩૦ કળતિઓ અને માધ્‍યમિક વિભાગમાંથી ૩૦ એમ કુલ ૬૦ કળતિઓ આવી હતી.

તા.૦૫ ડિસેમ્‍બરના રોજ નિર્ણાયકો દ્વારા કળતિઓ નિહાળી અને નિર્ણય નક્કી કરેલ તેમજ ૪૫ જેટલી શાળાઓના આશરે ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શની નિહાળી હતી. આ તકે વિજેતા તમામ શાળાઓને પ્રમાણપત્ર તેમજ પ્રોત્‍સાહિત આપીને સન્‍માન કરાયું હતું.

આ તકે જિલ્લા શિક્ષણ અને તાલિમ ગીર સોમનાથના પ્રાચાર્ય શ્રી પંપાણિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એન.ડી.અપારનાથી તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના શ્રી ભરતભાઈ મેસિયા, સ્‍વામી શ્રી ભક્‍તિપ્રકાશદાસજી, ધર્મભક્‍તિ લોકવિજ્ઞાન કેન્‍દ્રના કન્‍વીનર શ્રી નરેશભાઈ ગુંદરણિયા, બી.આર.સી.કો.ઓ સંદિપભાઈ સોલંકી સહિત ૧૨૦ બાળ વૈજ્ઞાનિકો અને ૬૦ કરતાં વધુ માર્ગદર્શક શિક્ષકોએ હાજરી આપી હતી.

(2:22 pm IST)