Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

જૂનાગઢમાં ૪ ઇસમોની વિદેશી દારૂ, બિયર સાથે ધરપકડ

પોલીસે ૬૫,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૮: જૂનાગઢમાં પોલીસે ૪ ઇસમોની ઇંગ્‍લિશ દારૂ અને બિયર સાથે ધરપકડ કરી રૂપિયા ૬૫,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના મહિલા પીએસઆઇ વી કે ઊંજીયાના માર્ગદર્શનમાં તેમના સ્‍ટાફે પેટ્રોલિંગ દરમિયાન શહેરમાં ભુતનાથ રેલવે ફાટક પાસેથી સમીર હનીફ બ્‍લોચ ઉ. વ. ૨૮ અને ફેઝાન ઇનાયતખાન ગોપાંગ ઉ. વ. ૩૦ને મોપેડ પર રૂપિયા ૧૪૪૦૦ની કિંમતની અલગ અલગ અલગ અલગ બ્રાન્‍ડની ઇંગ્‍લિશ દારૂની ૧૪૪ બોટલ સાથે પકડી પાડી દારૂ તેમજ બાઈક અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૬૪,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ઈસમોએ ગાંધીગ્રામના રાજુ જેસાભાઇ રબારી અને દેસૂરભાઈ રબારી પાસેથી દારૂનો જથ્‍થો મેળવ્‍યો હોવાનું તપાસમાં ખુલતા આ ઇસમો સામે પણ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ જ પ્રમાણે સી ડિવિઝન પોલીસ મથકના કાફલાએ શહેરમાં ઇવનગર રોડ ઉપરથી મયુર શેલારભાઈ ધાધલ ઉ. વ. ૨૮ને રૂપિયા ૪૦૦ના બિયરના ચાર ટીન સાથે ઝડપી લીધો હતો. જયારે બી ડિવિઝન પોલીસના સ્‍ટાફે પણ પેટ્રોલિંગ દરમિયાન ઝાંઝરડા રોડ પર આવેલ એસઓજીની ઓફિસ પાસેથી રાહુલ ભનુભાઈ પરમાર ઉ. વ. ૩૦ને રૂપિયા ૫૦૦ના કિંમતના ૩૦૦ એમએલ વિદેશી દારૂ સાથે પકડી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.

(2:14 pm IST)