Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

કુતિયાણામાં સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાની વિજય હેટ્રીક

કાંધલ જાડેજાને ર૦ હજારથી વધુ મતોની લીડ : ભવ્‍ય વિજય સરઘસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૮: કુતિયાણા-રાણાવાવ વિધાનસભા બેઠક ઉપર સમાજવાદી પક્ષમાંથી સાઇકલના નિશાન ઉપર ચૂંટણીમાં ઝુકાવેલ કાંધલ જાડેજાને ર૦ હજારથી વધુ મતોની લીડ સાથે વિજય થયો છે.

સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાની જીત બાદ તેમણે કુતિયાણા-રાણાવાવ બેઠક ઉપર વિજયની હેટ્રીક કરી છે તેઓ ર૦૧ર અને ર૦૧૭માં ચૂંટણીમાં જીતેલા છે અને ગત ટર્મમાં કાંધલ જાડેજા એનસીપીની ટીકીટ ઉપર ચૂંટણી લડીને વિજયી બન્‍યા હતાં.

કુતિયાણા-રાણાવાવ વિધાનસભા બેઠકની મત ગણતરીના પ્રારંભથી સમાજવાદી પાર્ટીમાંથી સાયકલના નિશાન ઉપર ચૂંટણી લડતા ઉમેદવાર કાંધલ જાડેજા ર૮ર૬ મતોથી આગળ ચાલી રહ્યા હતાં.

બીજા રાઉન્‍ડના અંતે કાંધલ જાડેજા ૪૧૧૪ મતો સાથે આગળ રહ્યા હતાં. કુતીયાણા - રાણાવાવ બેઠકના ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાને બીજા રાઉન્‍ડના અંતે રરપ૪ મતો મળ્‍યા હતાં. જયારે આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઇ ઓડેદરાને બીજા રાઉન્‍ડમાં ૪૩૪ મતો થયેલ હતાં. બપોર ૧૧-૪પ વાગ્‍યે મત ગણતરીના ૧૩ માં રાઉન્‍ડમાં કાંધલ જાડેજા ૧પપ૯૦ મતો સાથે જીત તરફ આગળ વધવાનું ચાલુ રાખેલ હતું. ૧૪માં રાઉન્‍ડના અંતે રાઉન્‍ડમાં કાંધલ જાડેજાને ૪૯પરર તથા ઢેલીબેન ઓડેદરાને ર૮૭ર૭ મતો મળ્‍યા હતાં.

વિજેતા ઉમેદવાર કાંધલ જાડેજાના વિજય સરઘસની તૈયારી શરૂ થઇ છે.

(4:47 pm IST)