Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

સોરઠમાં ભાજપ-૩, કોંગ્રેસ એક ત્‍થા ‘આપ'ને એક બેઠક

હર્ષદભાઇ રીબડીયા, જવાહરભાઇ ચાવડા સહિત ભાજપ-કોંગ્રેસના ધુરંધરો હારી ગયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૮ :.. જુનાગઢ જીલ્લામાં કુલ પાંચ બેઠકો આવેલી છે. જેમાં ભાજપને ૩, કોંગ્રેસને ૧ ત્‍થા આમ આદમી પાર્ટીને એક બેઠક મળેલ છે.

જેમાં માંગરોળમાં ભગવાનજીભાઇ કરગડીયા, કેશોદમાં દેવાભાઇ માલમ, જુનાગઢમાં સંજયભાઇ કોરડીયા ભાજપમાં ત્‍થા માણાવદરમાં કોંગ્રેસનાં અરવિંદભાઇ લાડાણી ત્‍થા વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ભૂપતભાઇ ભાયાણી વિજેતા થયા છે.

જો કે ભાજપના ધુરંધરો જવાહરભાઇ ચાવડા, હર્ષદભાઇ રીબડીયા હારી ગયા છે.

(4:36 pm IST)