Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ગોંડલ બેઠક ઉપર ભાજપનો ભગવોઃ ગીતાબા જાડેજા વિજેતા

વિવાદીત બનેલી ગોંડલ બેઠક ઉપર પણ કોંગ્રેસ અને આપના ઉમેદવારને ઓછા મત મળ્‍યા

ગોંડલ ભાજપ ઉમેદવાર ગીતાબા જાડેજાના નિવાસસ્‍થાને કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) (૪.૧૭)

ગોંડલ, તા., ૮: રાજકોટ જીલ્‍લાની ગોંડલ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ગીતાબા જાડેજા જંગી મતોથી વિજેતા થયા છે.

વિધાનસભા ચુંટણીની મત ગણતરી હાથ ધરાઇ હતી. રાજકોટ શહેર અને જીલ્લાની ૮ વિધાનસભા બેઠકો માટે મતગણતરી રાજકોટ ખાતે કરાઇ હતી.

ગોંડલમાં કોંગ્રેસના યતિષ દેસાઇ અને આપના નિમીષાબેન ખૂંટ પાછળ છે.

ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સતત આગળ જ રહેતા આશરે ર૦ હજાર મતથી આગળ રહયા હોય જલ ચોક ખાતે ભાજપ સમર્થકો દ્વારા ફટાકડા ફોડી અગાઉથી વિજયની ઉજવણી કરી નાખવામાં આવી હતી

(4:33 pm IST)